એસએમવીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-27 12:09:23
  • Views : 441
  • Modified Date : 2020-03-27 12:09:23

કોરોના વાઈરસને લઈને ઉભી થયેલી પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવતાં જીસ્ફજી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ આવ્યું છે.
એસએમવીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ.સ્વામી પ.પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામીના કરુણામય આદેશથી એસએમવીએસ  સંસ્થાના સંતો તથા હરિભક્તો ધ્વારા જરુરીયાત મંદો તથા રાત-દિવસ જોયા વગર પોતાના જીવનનાં જોખમે ફરજ નિભાવી રહેલાં ડોક્ટર, નર્સ, પોલીસ કર્મીઓ, કર્મચારીઓ વગેરે માટે ગાંધીનગર તથા અમદાવાદના કલેકટરનાં સહયોગથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ફૂડ પેકેટ બનાવવામાં સંતો તથા સ્વયંસેવકોએ ખાસ કાળજી રાખી હતી કે દરેક વચ્ચે જરૂરી અંતર જળવાઈ રહે. આ સંસ્થા દ્વારા સમગ્ર લોકડાઉન દરમ્યાન આ પ્રમાણે નિયમિત રીતે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે.
આ સાથે પ.પૂ.સ્વામીએ આગ્રહભરી અપીલ કરી છે કે, સૌ સરકારની દરેક માર્ગદર્શિકાનું પાલન કરી સહયોગ આપે. તથા લોકડાઉન દરમ્યાન પોતાના ઘરે જ રહી કોરોના સામેની લડાઈમાં સાથ સહકાર આપે.

Download Our B K News Today App



Related News