દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ૨૦૦ ફૂડ પેકેટનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 12:02:45
  • Views : 431
  • Modified Date : 2020-04-23 12:02:45

ગાંધીનગરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ માનવતાનું કાર્ય સતત ધબકતું રહ્યું છે. માનવતાના કાર્યમાં સહભાગી થવા માટે ગાંધીનગરની અનેક સંસ્થાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ગાંધીનગરના સેકટર-૩માં આવેલી દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરના ૨૦૦ ગરીબ પરિવારોને ફૂડ પેકેટ અને અત્યાર સુધી ૧૫ કિલો વજનની એક કિટ એવી ૯૦૦ જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
દેવાંશી એજ્યુકેશન ટ્રસ્ટના રજનીકાન્તભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, ગાંધીનગર સહિત દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ધટાડવા માટે દેશના વડાપ્રઘાને સમગ્ર દેશમાં લોક ડાઉનનું અમલીકરણ તા.૨૪મી માર્ચથી કરાવ્યું હતું. જેના બે દિવસ બાદ અમે અમારી આ સેવાકીય પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. અમારા સેવાકીય કાર્યમાં અમે ૬૦ વ્યક્તિઓ સંકળાયેલા છે.
અમારા સેવાકીય કામના આરંભના પ્રથમ દિવસે અમે ગરીબ પરિવારોને ફૂડ પેકેટ આપવા માટે ગયા હતા. તે પછી અમે સર્વે કર્યો હતો કે કયાં વિસ્તારમાં સાચા જરૂરિયાત મંદો છે. એ વિસ્તારમાં અમે ફોકસ કર્યું હતું. અત્યાર સુધીમાં અમે આદિવાડા, સેકટર-૧૩ છાપરામાં ગરીબ પરિવાર વસવાટ કરે છે. ત્યાં જરૂરિયાત મંદ હોય તેમને આ અર્પણ કરી રહ્યાં છીએ. દરરોજના ૨૦૦ ફૂડ પેકેટ આવા પરિવારને
આપી રહ્યાં છીએ.  તે ઉપરાંત અમુક પરિવારને ફૂડ પેકેટ
આપવામાં અને તેમને લેવામાં સંકોચ અનુભવતા હતા. તેવા
પરિવારો માટે અમે ૫ કિલોગ્રામ લોટ, ૫ કિલોગ્રામ ચોખા,
૧ કિલો દાળ, ૨૫૦ ગ્રામ ચા, ૧ કિલો ખાંડ, ૧ કિલો તેલ, મરચું,હળદર અને મીઠું તેમજ એક ન્હાવાનો સાબુ મળીને એક કિટ તૈયાર કરી છે. આવી ૯૦૦ જેટલી કિટનું વિતરણ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર અને અન્ય જગ્યાએ જરૂરિયાત મંદ પરિવારને
આપી છે.

Download Our B K News Today App



Related News