બનાસકાંઠા જિલ્લામાં ડ્રેગન ફ્રુટનું નામ કમલમ થતાં ખેડૂતોમાં ખુશી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 11:19:45
  • Views : 572
  • Modified Date : 2021-01-21 11:19:45

બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી ખેડૂતો ચીલાચાલુ ખેતી કરતા હતા. પરંતુ ધીમે-ધીમે ટેકનોલોજીનું પ્રમાણ વધતા હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અવનવી ખેતી તરફ વળ્યા છે તેના કારણે ખેડૂતોને દર વર્ષે સારી આવક થઈ રહી છે. ત્યારે  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીએ ડ્રેગન ફ્રુટનું નામ કમલમ રાખતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેને આવકાર આપ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દિવસેને દિવસે ખેતીમાં ટેકનોલોજીની મદદથી ખેતી કરતાં હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખેતીમાંથી ડબલ આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો એ આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ખેતી સમગ્ર દેશ અને વિદેશમાં ગુંજતું થયું છે. ત્યારે  વાસણા ગોળીયા ગામે પાણીની તંગી સહન કરતાં  ખેડૂતો તેમની કોઠા સૂજથી  ભૌગોલિક પરિસ્થિતી અનુસાર ઉત્તમ ખેતી કરવા માંડ્યા છે. ડીસા નજીક આવેલા વાસણા ગોળીયા ગામમાં રહેતા શિવાજી માળી એલ.એલ.બી.નો અભ્યાસ કરેલા છે. શિવાભાઇ એક સમયે એક જંતુનાશક દવાનું સેલિંગ કરતાં હતા. પરંતુ જંતુનાશક દવાની આડ અસરથી માહિતગાર થયા બાદ શિવાભાઈએ આ નોકરી છોડી મૂકી અને પોતાની પરંપરાગત પાંચ એકર જમીનમાં ખેતી કરવાની શરૂઆત કરી. શરૂઆતના સમયગાળામાં શિવાભાઇ પરંપરાગત ખેતી કરતાં હતા.  પરંતુ સમય જતાં શિવાભાઇ માળીએ તેમની ખેતીમાં પ્રયોગો કરવાની શરૂઆત કરી. અને રસાયણિક ખેતી છોડીને સજીવ ખેતી કરવા માંડ્યા. તેના સારા
પરિણામ મળતા શિવાભાઇ માળીએ તેમના ખેતરમાં ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા. પોતાના ખેતરની એક એકર જમીનમાં શિવાભાઇ માળીએ ૩૨૦૦ ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા બાદ હવે તેના પર ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની ખેતીમાં નુકશાનને લઈ મનોજભાઇએ અલગ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરયા હતા.  અને તેમના આ પ્રયાસમાં તેમણે સફળતા
પણ મળી છે.  આ ખેડૂતે સાબિત કરી બતાવ્યુ છે કે ખેડૂતને શા માટે ધરતીપુત્ર કહેવામાં આવે છે.  
તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીએ ડ્રેગન ફ્રુટનું નામ બદલીને કમલમ કરતા બનાસકાંઠા જિલ્લામાં તેને આવકાર મળી રહ્યો છે. ખેડૂતોનો માનીએ તો ડ્રેગન ફ્રુટ એ વિદેશી નામ છે જેના કારણે લોકો ડ્રેગન ફ્રુટને ઓળખી શકતા ન હતા ખાસ કરીને ડ્રેગન ફ્રુટનું વેચાણ ખેડૂતોને શહેરી વિસ્તારમાં કરવા જવું
પડતું જેના કારણે તેમનો સમય પણ બગડતો પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા ડ્રેગન ફ્રુટનું નામ કમલમ રાખવામાં આવતા તમામ લોકો ડ્રેગન ફ્રુટને ઓળખતા હશે અને ગુજરાત માટે ગૌરવ કહેવાય કે ડ્રેગન ફ્રુટનું નામ કમલમ કરવામાં આવ્યું. ત્યારે ડ્રેગન ફ્રુટનું નામ કમલમ રાખતા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના ખેડૂતો આવનારા સમયમાં કમલમની ખેતી તરફ વળે તો નવાઈ નહીં.

Download Our B K News Today App



Related News