કેસર કેરીનો સ્વાદ માણવા રાહ જોવી પડશે, 3 સીઝનથી ઉત્પાદનમાં 50 ટકાનો ફટકો, ભાવ ઉંચો રહેશે, આ વર્ષે 300 બ્રાન્ડના બોક્સમાં વેચાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 12:26:43
  • Views : 293
  • Modified Date : 2021-03-10 12:26:43

    સૌરાષ્ટ્રના ગીર પંથકમાં પાકતી કેસર કેરીનો અસલી સ્વાદ મણવા માટે લોકોએ હજી બેથી ત્રણ મહિનાની રાહ જોવી પડશે. છેલ્લી ત્રણ સીઝનથી ઉત્પાદનમાં પણ 50 ટકાનો ફટકો પડ્યો છે. આથી ભાવ ઉંચો રહે તેવી શક્યતા છે. આ વર્ષે અંદાજે 300 બ્રાન્ડના બોક્સમાં કેસર કેરી વેચાશે. કેસર એટલે તાલાલા અને તાલાલા એટલે કેસર એ ઓળખ હતી. જ્યારે પછીના વર્ષોમાં કેસર કેરીના ઉત્પાદનનો વ્યાપ એટલો વધ્યો કે અત્યારે તો જામવાડા, સામતેર, ખોરડી, ઉના અને કોડીનાર પંથક, ભાખા, માળિયાહાટીના તાલુકા સહિત જૂનાગઢ જિલ્લાના અનેક ગામે કેસર કેરીથી લચેલા આંબા જોવા મળે છે. તાલાલામાં 13 હજાર હેક્ટર અને એટલા જ બીજા ક્ષેત્રફળમાં અન્યત્ર એમ કુલ મળીને 35 લાખ જેટલાં હેક્ટરમાં આંબા હોવાનો અંદાજ છે.

    રાજકોટ મેંગો માર્કેટમાં કેરીના વેપારી કિશોરભાઇ બાબુતરે જણાવ્યું હતું કે, રત્નાગીરી કેરીની આવક શરૂ થઇ ગઈ છે. આજથી મેઇન કેરીનો રાજા મિનિસ્ટર કેરીનું મુહૂર્ત થયું છે. છ ડઝનના 9 હજાર, 7.5 ડઝનના સાડા આઠ હજાર, 8 ડઝનના 8 હજાર અને 9 ડઝનનો 7 હજાર રૂપિયા ભાવ છે. કેસર કેરીનું મુહૂર્ત થતા હજી વાર લાગશે. ગત વર્ષ કરતા આ વર્ષે 50 ટકા પાક છે. કોરોનાને કારણે માલ ઓછો જતો હતો આથી માલનો ભરાવો અહીં વધારે થતો હતો. હાફુસ કેરીનું પણ એવું જ છે.

    જુનાગઢના કેસર કેરી પકવતા ખેડૂત અતુલભાઇ શેખડાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજી કેસર કેરી વિશે કહેવું વહેલું ગણાશે. અંદાજે બેથી ત્રણ મહિના બાદ કેસર કેરીનું ઉત્પાદન થવા લાગશે. વાતાવરણ અનુકુળ રહે તો તેના રેગ્યુલર ટાઇમે જ કેસર કેરી આ વખતે પાકે તેવી શક્યતા છે. ભાવમાં ખાસ્સો એવો વધારો કે ઘટાડો જોવા મળશે નહીં. દર વર્ષની જેમ જ આ વર્ષે ભાવ રહેશે. બહારના રાજ્યોમાં મે મહિનામાં કેસર કેરી જાય તેવી શક્યતા છે.

રાજકોટ મેંગો માર્કેટમાં કેરીના વેપારી ભરતભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, કેસર કેરીને આવતા હજી 15 દિવસ જેટલો સમય લાગશે. હાલ હાફુસ કેરી માર્કેટમાં આવી ગઈ છે. હાફુસ કેરીનો એક કિલોનો ભાવ 100થી 300 રૂપિયા સુધીનો છે. કોરોનાને લઇ બહારના રાજ્યોમાં કેસર કેરી મોડી જશે. દર વખત કરતા 20થી 25 દિવસ લોકોને કેસર કેરી મોડી મળશે.

    હવે તો જૂનાગઢ, સોમનાથ જિલ્લામાં 250 જેટલા બગીચા તો પ્રોસેસિંગવાળા થઇ ગયા છે. ખેડૂત પોતે રસ કાઢવાની મશીનરી વસાવે છે અને ડબ્બા પેકિંગ પણ કરાવે છે. માઇનસ 18 ડિગ્રીએ ફળોના પલ્પને કોલ્ડ સ્ટોરેજમાં સાચવી રાખવાનું ચલણ કેસર કેરી માટે પણ વધી રહ્યું છે. મેંગો ફ્લેવર સોફ્ટ ડ્રિન્ક્સમાં મોટેભાગે એડેડ ફ્લેવર હોય છે. પરંતુ ગત વર્ષે પેપ્સીકોના સાઉથ-ઇસ્ટ એશિયાના વાઇસ પ્રેસિડન્ટે રૂબરૂ તાલાલા આવીને કેસર વિશે સર્વે પણ કરાવ્યો હતો. હાલ વપરાતી તોતાપુરી સોફ્ટ ડ્રિન્ક્સ માટે સસ્તી પડે છે. જ્યારે કેસર મોંઘી હોવાથી વાત અટકેલી છે. જો આવી કોઇ કંપની કેસર પર પસંદગી ઉતારે તો બલ્કમાં ઉપાડ થવાના સંજોગો પણ સર્જાઇ શકે છે.

    કેસર કેરી વિશે જાણતા લોકોનું કહેવું છે કે, આ વર્ષે ત્રણ તબક્કાના પાક પૈકી ઠંડી અને ઝાંકળને લીધે પાક થોડો નિષ્ફળ ગયો છે. પરંતુ છેલ્લા તબક્કામાં બંધારણ થઇ ગયું છે પણ પાક કેવો રહેશે એ તો 8-10 દિવસ પછી જ જાણી શકાશે. આ વર્ષે બહુ વાંધો નહીં આવે તેમ લાગે છે. બીજી તરફ એક મત એવો છે, કે સામાન્ય રીતે 10 એપ્રિલઆસપાસ બજારમાં આવી જતી કેસર આ વર્ષે એપ્રિલના અંત ભાગમાં આવશે અને ગત વર્ષ કરતાં પ્રોડક્શન 30 ટકા વધુ રહેવાનો પણ અંદાજ છે. જ્યારે અસલ સ્વાદવાળી કેસર કેરી મે મહિનામાં આવવાની ધારણા બાંધી રહ્યાં છે.


Download Our B K News Today App



Related News