વીડિયો કોન્ફરન્સિંગથી PM મોદીએ રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કાર આપ્યા, વિજેતાઓ સાથે વાત કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 12:58:26
  • Views : 243
  • Modified Date : 2021-01-25 12:58:26

    આજે સમગ્ર દેશનાં 32 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021થી સન્માનિત કરવામાં આવશે. આ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો-કોન્ફરન્સિંગથી આપશે. તેઓ વિજેતાઓ સાથે સંવાદ પણ કરશે અને તેમના કિસ્સા પણ સાંભળશે.બાળ પુરસ્કાર એવાં બાળકોને આપવામાં આવે છે, જે અસાધારણ ક્ષમતાઓ ધરાવતા હોય અથવા જેમને ઈનોવેશન, એકેડેમિક્સ, સ્પોર્ટ્સ, આર્ટ્સ, કલ્ચર, સોશિયલ સર્વિસ, બહાદુરી સહિત અન્ય ક્ષેત્રોમાં વિશેષ ઓળખ મળી હોય.બાળ પુરસ્કાર માટે સૌથી વધુ 5 બાળકો ઉત્તરપ્રદેશમાંથી પસંદ કરવામાં આવ્યાં છે. લખનઉના 10 વર્ષના બાળક વ્યોમ આહુજાને કળા અને સંસ્કૃતિ માટે અને બારાબંકીના 15 વર્ષીય કુંવર દિવ્યાંશ સિંહને બહાદુરી માટે વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળશે. ગૌતમબુદ્ધનગરના 16 વર્ષીય ચિરાગ ભંસાલીને ઈનોવેશન માટે અને અલીગઢના 17 વર્ષીય મોહમ્મદ શાદાબને શૌક્ષણિક ક્ષેત્ર માટે પુરસ્કાર આપવામાં આવમાં આવશે. જ્યારે પ્રયાગરાજના 17 વર્ષીય મોહમ્મદને રમવાની ક્ષેણીમાં પુરસ્કાર આપવામાં આવશે.

    PMO તરફથી બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, તમામ વિજેતા બાળકોને તેમના જિલ્લાની DM ઓફિસથી વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા કનેક્ટ કરવામાં આવશે. બાળકો તેમના કામની માહિતી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શેર કરશે.


Download Our B K News Today App



Related News