આજથી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-02 09:31:42
  • Views : 77
  • Modified Date : 2024-01-02 09:31:42

એક તરફ ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડી પડી રહી છે. બીજી તરફ આ હાડ થીજવતી ઠંડી વચ્ચે ફરી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 7થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.કમોસમી વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.7થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતમાં 7 અને 8 જાન્યુઆરીએ કમોસમી વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગ અનુસાર મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં માવઠાનું જોર વધુ રહે તેવી પણ શક્યતા છે.મહત્વનું છે કે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઇ રહ્યો છે. 8.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. રાજ્યના 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી છે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ છે.રાજ્યમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. 5 જાન્યુઆરી બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. દિવસ-રાતના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. દિવસે પણ ઠંડીના ચમકારાનો લોકોને અનુભવ થશે.

Download Our B K News Today App



Related News