આ તારીખથી દરિયો ખેડવા માછીમારો શણગારી રહ્યા છે બોટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-27 17:18:46
  • Views : 105
  • Modified Date : 2023-06-27 17:18:46

પોરબંદર: ગુજરાત 1300 કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે જેને કારણે મત્સ્યોઉધોગ ધમધમી રહ્યો છે જેના કારણે અનેક લોકોને રોજગારી મળે છે. માછીમારી દસ મહિના સીઝન હોય છે આ દરમિયાન માછીમારો દરિયો ખેડી અને આજીવિકા રડે છે. ચોમાસાના સમયમાં બે માસ માછીમારી બંધ રહે છે. આ વર્ષ 31 જુલાઇ સુધી માછીમારી બંધ રહેશે આ વેકેશન દરમિયાન બોટ માલિકો પોતાની બોટનું સમારકામ કરે છે.હાલ બોટના મશીન તેમજ કોલ્ડ રૂમ તેમજ બોટના પંખા સહિતની સમારકામની કામગીરી ચાલુ છે. હાલ પોરબંદરના જુના બંદર તેમજ સુભાષનગર ફીશરીઝ હાર્બરમાં બોટ સમારકામની કામગીરી ચાલી રહી છે. આગામી 1 ઓગસ્ટથી ફરી માછીમારીનો સીઝનનું પ્રારંભ થશે સાગર ખેડુ દરિયો ખેડવા જશે અને સારી સીઝન માટે પણ માછીમારો પ્રાર્થના કરશે.પોરબંદર સહિત રાજયભરમાં માછીમારોનું વેકેશન ચાલી રહ્યું છે. માછીમારો દ્વારા બોટ સમારકામની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી દરમિયાન મિસ્ત્રી અને કલરકામ સહિતના કારીગરોને રોજગારી મળે છે. આ ઉપરાંત માછીમારીની જાળ બનાવતા લોકોને પણ રોજગારી મળે છે.હાલ માછીમારીની સીઝનનું વેકેશન ચાલી રહ્યું છે અને મોટાભાગની બોટ બંદરમાં લાંગરી દેવામાં આવે છે. પાણીમાં રહેલી બોટને ક્રેનની મદદથી બહાર લાવી અને જમીન પર મુકવામાં આવે છે અને કારીગરો દ્વારા તેનું સમારકામ કરવામાં આવે છે. બંદરમાં જગ્યાના અભાવે તબકકાવાર પાણીમાં રહેલી બોટને બહાર કાઢવામાં આવે છે. હાલ બંદર વિસ્તારમાં જમીન પર અનેક બોટ રાખવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News