થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સૂકા ઘાસચારાની આડમાં ટ્રેક્ટર તથા ટ્રોલીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઈસમને થરાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-30 11:22:12
  • Views : 3192
  • Modified Date : 2021-10-30 11:22:12



થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સૂકા ઘાસચારાની આડમાં ટ્રેક્ટર તથા ટ્રોલીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ  સાથે બે ઈસમને થરાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા થરાદ પોલીસના જવાનો થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કરબૂણ ગામે ચાર રસ્તા ઉપરથી નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૩૪૩૨ કિ.રૂા.૩,૦૪,૯૨૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે ચાલક ઈસમ મફાભાઈ માનસેંગાભાઈ પ્રજાપતિ તથા તેની સાથેના બીજા ઈસમ ડાયાભાઈ નરસેંગભાઈ પટેલને પકડી પાડેલ અને ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ કિ.રૂ.૫,૬૦,૯૨૦/-નો મુદ્દામાલ કબજે કરી બન્ને ઈસમ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News