અમીરગઢ રાણાવાસ ગામની સીમમાંથી પોલીસે રેડ દરમિયાન ચાલુ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી 24 હાજર થી વધુનો મુદ્દામાલ કબ્જે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-31 11:15:17
  • Views : 308
  • Modified Date : 2022-07-31 11:15:17

 

પોલીસે ચાલુ ભઠ્ઠી પરથી ગેસના બાટલા સગડી દારૂ ગાળવાનું કાચો બોસ સહિતનો મુદ્દામાલ ઝડપાયો

 

અમીરગઢ તાલુકાના રાણાવાસ ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભટ્ટી પર અમીરગઢ પોલીસ રેડ કરતા દારૂની ભઠ્ઠી ચલાવનાર ત્યાંથી ભાગી છૂટયા હતા પોલીસે 24 હાજર વધુનો મુદ્દામાલ કબજે લઇ અજમલ સિંહ ચૌહાણ પર પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

ચાલુ દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેડ કરતા બુટલેગર ફરાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 

ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડને લઈ પોલીસ સતર્ક બની છે જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના રણાવાસ ગામની સીમમાં અમીરગઢ પોલીસ રેડ કરતા ચાલુ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી છે અમીરગઢ પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીએસઆઇ એમ કે ઝાલાને મળેલી ખાનગી બાતમી હકીકત આધારે રણાવાસ ગામની સીમમાં ડેમ પાસે આવેલ અજમલસિંહ ચૌહાણ તેના કબજા ભોગવટાના ખેતરમાં દેશી દારૂ ગાળી રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે અમીરગઢ પોલીસ સ્ટાફના સાથે રેડ કરતા અજમલસિંહ ચૌહાણ ના ખેતરમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી જે ભઠ્ઠી માં ગેસની બોટલ તેમજ એક સગડી દેશી દારૂ ગાળવા નો કાચો વોશ સહિત કુલ મુદ્દા માલ 24,550 નો અમીરગઢ પોલીસ રેડ દરમિયાન ઝડપી પાડ્યો હતો જેના વિરુદ્ધમાં પ્રોહીબીસન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે

Download Our B K News Today App



Related News