ડીસા રાજમંદિર નજીક થી જીવદયા પ્રેમીઓએ પાડા ભરેલું જીપડાલુ ઝડપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 10:53:19
  • Views : 624
  • Modified Date : 2022-07-19 10:53:19

ડીસા રાજમંદિર નજીક થી જીવદયા પ્રેમીઓએ પાડા ભરેલું જીપડાલુ ઝડપ્યું

 

ડીસા શહેરી વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી પશુઓની મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ રહી છે ખાસ કરીને ડીસાના રાજમંદિર સર્કલ પાસેથી છેલ્લા દસ દિવસમાં અનેક પશુઓ ભરેલી ગાડીઓ જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી છે વારંવાર કતલખાને જતી પશુઓની ગાડીઓને લઈ સ્થાનિક લોકોમાં પણ રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા શહેરની ઓમકાર સોસાયટીમાં રહેતા અને જીવદયા પ્રેમી કેતન કિશોરભાઈ લીબાચીયા, રમેશભાઈ જેઠવા અને રોહીતકુમાર મહેતા પાલનપુર હાઈવે પરના રાજમંદિર સામે ઉભા હતાં. જે દરમિયાન GJ-23-V-4256 નંબર નું શંકાસ્પદ જીપડાલુ પસાર થતાં તેને રોકાવી તપાસ કરતાં પાચ પાડા મળી આવ્યાં હતાં અને તેઓને ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા હતી નહી. ઉપરાંત કોઈ પાસ પરમીટ પણ મળી આવ્યું હતું. આથી જીવદયા પ્રેમી કેતનકુમાર કિશોરભાઈ લીબાચીયા ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વશરામભાઈ જગતાભાઈ માજીરાણા (રહે, જસરા, તા. લાખણી) અને રમેશભાઈ બાજુભાઈ વાલ્મિકી (રહે, ગેળા, તા. લાખણી) સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વારંવાર ડીસા રાજમંદિર સર્કલ પાસેથી પશુઓ ભરેલી ગાડીઓ જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી પાડવામાં આવી રહી છે ત્યારે રોજેરોજ કરતા પશુઓની હેરાફેરીના ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો પશુઓ કતલખાને જતા અટકી શકે તેમ છે

Download Our B K News Today App



Related News