ડીસાથી જોધપુર મંડોરા બાગ કાળા ગોરા ભેરુજીના મંદિરે માળી સમાજનો સંઘ નીકળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 11:57:26
  • Views : 331
  • Modified Date : 2022-09-19 11:57:26

 

ડીસા ખાતે વસવાટ કરતા માળી સમાજનો પગપાળા સંઘ જોધપુર મંડોરાપાક કાળા ગોરા ભેરુજીના મંદિરે જવા માટે આજે પ્રસ્થાન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આ પગપાળા સંઘમાં ભક્તો જોડાયા હતા.

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રાખતા હોય છે જે અંતર્ગત દર વર્ષે પોતાની બાધા આખડી પૂર્ણ કરવા માટે અનેક લોકો પગપાળા સંઘ નું આયોજન કરતા હોય છે જે અંતર્ગત આજે માળી સમાજ દ્વારા ડીસા થી જોધપુર મંડોરબાગ કાળા કોરા ભૈરવજીના મંદિરે પગપાળા સંઘ નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું આ પગપાળા યાત્રા સંઘમાં 500થી પણ વધુ ભાવિક ભક્તો જોડાયા હતા આજે આ પગપાળા યાત્રા સંઘ નું પ્રસ્થાન ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી મોરચાના મંત્રી પી એન માળી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આજે ડીસા થી નીકળેલો આ પગપાળા યાત્રા સંઘ વાજતે ગાજતે જલારામ મંદિરથી નીકળવામાં આવ્યો હતો આ સંઘ આઠ દિવસ બાદ જોધપુર ખાતે પહોંચશે જ્યાં કાળા ગોરા ભેરુજીના મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવશે.

Download Our B K News Today App



Related News