ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલો તથા સ્વિફટ કાર ઞાડી તથા મોબાઇલ સાથે મળી કુલ્લે રુ ૩,૯૯,૬૦૦/- નો મુદૃામાલ પકડી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 13:30:12
  • Views : 283
  • Modified Date : 2021-11-30 13:30:12

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રોજેરોજ ચેકપોસ્ટ ઉપરથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે પરંતુ કેટલીકવાર પોલીસ સાથે મળતી બાતમીના આધારે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે ત્યારે ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ  ઇન્સ્પેક્ટર આર.જે.ચૌધરીનાઓને મળેલ બાતમી હકીકત આધારે મુડેઠા ગામની સીમમાં હાઇવે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન ડીસા તરફથી આવતી એક શંકાસ્પદ સ્વિફટ ગાડીનો પીછો કરતાં  સ્વિફટ  ગાડી કાચા રોડ પર ફસાઇ જતાં સ્વિફટ ગાડી નો ચાલક ગાડી મુકી નાશી ગયેલ જેથી સદરી  સ્વિફટ ગાડી નંબર  GJ-01-RF-7964 માં જોતાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ- ૬૩૨, કિં.રૂા. ૮૯,૬૦૦/-તથા સ્વિફટ ગાડી નંબર  GJ-01-RF-7964 ની કિ.રુ. ,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રુ.૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ,૯૯,૬૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી નાસી ગયેલ સ્વિફટ ગાડીના ચાલક વિરૂધ્ધ ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News