વરસાદી છાંટા સાથે વીજળી ડૂલ થતાં અમીરગઢમાં વારંવાર વીજળીના ધાંધિયાથી લોકો ત્રસ્ત આવી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 12:53:07
  • Views : 271
  • Modified Date : 2022-07-09 12:53:07

 

અમીરગઢમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા આવી ગરમી મા અને વરસાદી માહોલમાં લોકો તોબા પોકારી ઊઠયા છે ખરા સમયે વીજ પુરવઠો કાપી દેવામાં આવતા  અને વીજ ઓફિસ માં કોઈ ફોનથી જબાવ ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

     બનાસકાંઠા જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકામાં વીજ પૂરવઠો કાપ મૂકતાં લોકો ત્રસ્ત આવી ગયા છે ગામડાઓમાં વીજ કંપનીઓ ના આવા ધાંધિયાથી લોકો પરેશાન થઈ ગયા છે ઉનાળા માં પ્રી મોનસુંન ની કામગીરી માટે હોય ઘણીવાર દિવસભર વીજકાપ મૂકવામાં આવ્યો હતો છતાં પણ વરસાદમાં લાઈટ કાપી દેવતા પ્રિ મોંસુંન નો ફિયસ્કો થયેલ છે પ્રીમોનસુંન ની કામગીરી સાચા અર્થમાં થયેલ છે કે ઓન પેપર બતાવેલ છે તેવા આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે આ પંથકમાં વરસાદી માહોલ જામે અને થોડીક હવા ફૂંકાય ત્યાં લાઈટ કાપી દેવામાં આવે છે હજુ વરસાદ ની શરૂઆત થઈ છે અને ગરમી તેનો પ્રકોપ વર્તાવી રહી છે ત્યારે ભર બપોરે અને મોદી રાત્રીના લાઈટ કાપી દેવામાં આવે છે જેથી રહીશો આવી કાળઝાળ ગરમીમાં નિરાંતે ઊંઘી પણ સકતા નથી મોટા શહેરોમાં વરસાદ અને તોફાની પણ વીજળી આપવામાં આવે છે ટી ગ્રામ્ય વિસ્તારને આવા અન્યાય કેમ એ પ્રશ પણ લોકોનો યથાર્થ છે વીજળી દુલ થયા પછી અને વરસાદ પૂરી થાય બાદ પણ લાઈટ આપવામાં આવતી નથી આ વિસ્તારના લાઈટ મેન ની ફરજ નિભાવ તા કર્મચારીઓ તરફથી સંતોષકારક જવાબ પણ મળતો નથી અને ઇકબાલગઢ ખાતે આવેલ જી ઈ બી ઑફિસમાં કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી માટે લોકોને સુ કરવું કીના પાસે રજૂઆત કરવી

એકાદ દિવસ લાઈટ બિલ લેટ થાય તો સુધી મીટર કાપવાની વાતો કરવામાં આવે છે તો સમયસર બિલ લેનાર અધિકારીઓ કર્મચારીઓ લાઈટ આપવામાં કેમ ઓછા ઉતરે છે તે જવાબ અમીરગઢ ની પ્રજા જવાબદાર તંત્ર અને ચોવીસ કલાક લાઈટ આપવાના પોકળ દવાઓ કરનાર સરકાર પાસે માગી રહી છે.

Download Our B K News Today App



Related News