ધાનેરા મહેશ્વરી સમાજના બાળકો માટે ફ્રી સેમિનાર યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:45:13
  • Views : 484
  • Modified Date : 2019-04-23 05:45:13

ધાનેરા ખાતે આવેલ દાદા લાધુરામના ડેરા ખાતે ધાનેરા મહેશ્વરી નવ યુવક મંડળ, મહેશ્વરી મહિલા મંડલ અને અભિસંસ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સમાજના બાળકો શિક્ષણમાં આગળ નીકળે અને સમાજનું નામ રોશન કરે તે માટે અવાર નવાર શિક્ષણ માટેના કાર્યક્રમમાં કરવામાં આવતા હોય છે ત્યારે તા. ૨૧/૦૪/૨૦૧૯ ના રોજ સમાજના બાળકો અને તેમના વાલીઓ માટે "ક્રિયટ યોર જીનિયસ" નામે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માઇન ટ્રેનર મયુરભાઈ સોની દ્વારા સમાજના બાળકો અને તેમના માતા-પિતાને બાળ શિક્ષણ વિકાસ અંગે સુંદર સમજ આપવામાં આવી હતી અને બાળકોને મોટીવેટ કરવામાં આવ્યા હતા.જેમાં ધાનેરા મહેશ્વરી સમાજના અને અન્ય સમાજના બાળકો, યુવાનો અને વાલીઓએ મોટી સંખ્યા ફ્રી સેમીનારનો લાવો લીધો હતો.

 

Download Our B K News Today App



Related News