ડીસા તાલુકાના આસેડા ગામની ખેડૂત પુત્રીને સરકારની યોજનાનો લાભ અપાવી વિનામૂલ્યે પગનું ઓપરેશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-13 11:38:56
  • Views : 224
  • Modified Date : 2022-03-13 11:38:56

ડીસા તાલુકાના આસેડા ગામ માં રહેતી ખેડૂત પુત્રી પાયલબેન પ્રજાપતિને ખેતરમાં કામ કરતી વખતે અચાનક પગ લપસી જતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેથી તેને સારવાર અર્થે ડીસા ભણસાણી  હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરકારની યોજનાનો લાભ અપાવી વિનામૂલ્ય ઓપરેશન કરાવ્યું હતું....

 

ડીસા તાલુકાના આસેડા ગામ માં રહેતી પાયલ બેન પ્રજાપતિ ખેતીકામ કરતી વખતે અચાનક તેમનો પગ લપસી જતા પગ માં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને પગમાં ગંભીર દુખાવો ઉપાડતા તેને પરિવાર દ્વારા તાત્કાલિક ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા પગમાં વધુ ફેક્ચર હોવાના કારણે ઓપરેશન કરવાનું જણાવ્યું હતું પરંતુ પાયલ એ ખેડૂત પુત્રી છે અને તેના પિતા વિજયભાઈ પાસે ઓપરેશન કરાવવા માટે પૈસાની યોગ્ય વ્યવસ્થા ન હતી જેથી તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાવવા માટે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ હરિયાળીનો સંપર્ક કર્યો હતો જેથી તેઓએ તાત્કાલિક સાવિયાણા PHC સેન્ટર પર ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર નો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક રાત્રે બાર વાગે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારની યોજનાનો લાભ આ દીકરીને અપાવી તાત્કાલિક ધોરણે તેનું સફળ ઓપરેશન કરાવ્યું હતું જેથી પાયલબેન અને તેમના પરિવારે આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો

Download Our B K News Today App



Related News