નવા TV નો ઓર્ડર આપી જુના ટીવી બોક્સમાં બદલતી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 16:31:55
  • Views : 529
  • Modified Date : 2024-03-15 16:31:55

અમદાવાદમાં Amazon કંપની સાથે એક અલગ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં Amazon કંપની ના ડીલીવરી ડીસ્ટ્રિબ્યુટર વેલેન્સ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના ઓપરેશન મેનેજર દ્વારા નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.ફરિયાદમાં કંપની દ્વારા પોતાના જ માણસો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં વેલેક્સ લોજિસ્ટિકમાં કામ કરતા ડીલેવરી બોય, ડ્રાઇવર, પીએ સહિત નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. જ્યારે તપાસમાં વધુ બે લોકોના નામ ખુલતા પોલીસે 11 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.વેલેક્સ લોજિસ્ટિક દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે જેમાં પોતાના અલગ અલગ માણસો એમેઝોન એપ દ્વારા ટીવીનો ઓર્ડર આપતા હતા, જે ઓર્ડરના આધારે એમેઝોન કંપની વેલેનક્સ લોજિસ્ટિકને નવું ટીવી પેક કરી ડિલિવર માટે ઓર્ડર આપતું હતું. જે બાદ વેલેકસ લોજિસ્ટિક કંપની માંથી નવું ટીવી લઈને ડીલેવરી મેન ડિલિવરી કરવા જતા હતા. જે સમયે નવા ટીવી નું પેકેજ ખોલી તેમાં જે તે કંપનીનું જૂનું ટીવી મૂકી નવું ટીવી પોતે રાખી લેતા હતા. ત્યારબાદ ફરીથી આ બોક્સને પેક કરી દેતા હતા.જે બાદ એમેઝોન પર આપેલા ઓર્ડરને કેન્સલ કરી દેતા હતા અને ફરીથી આ જૂનું ટીવી કંપનીના ગોડાઉનમાં મૂકી દેતા હતા. જોકે છેલ્લા થોડા સમય થી અનેક વખત આ પ્રમાણે થતાં amazon કંપનીને શંકા જતા તેણે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.પોલીસે ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, નવા જુના ટીવી લે-વેચનો ધંધો કરતા મોહમ્મદ ઇમરાન તથા મોહસીન હુસેન નામના બે લોકો ડિલિવરી બોય અને અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હતા. બંને લોકો પોતાની પાસે રહેલા જૂના અને બંધ ટીવી કંપનીના માણસોને આપતા હતા અને નવું ટીવી પોતે ખરીદી લેતા હતા. અત્યાર સુધીમાં કંપનીના માણસો અને અન્ય લોકોએ મળીને ઓગસ્ટ 2023 થી ડિસેમ્બર 2023 ના સમયગાળામાં કુલ 147 નવા ટીવીની જગ્યાએ જુના ટીવી રાખી ઓર્ડર કેન્સલ કરેલા હતા. જેની અંદાજિત કિંમત 97 લાખથી પણ વધુ થતી હતી.કંપનીના ઓપરેશન મેનેજરની ફરિયાદને આધારે પોલીસે ડીલીવરી બોય, પીએ તેમજ અન્ય એક મજૂરની ધરપકડ કરી છે. જ્યારે હજી પણ આઠ લોકોની શોધખોળ પોલીસે હાથ ધરી છે. હાલતો પ્રાથમિક તપાસ દરમિયાન કુલ 147 ટીવીની અદલાબદલી થઈ હોવાનું સામે આવ્યું છે. પરંતુ હજી પણ આ આંકડો વધી શકે તેવી શક્યતા પોલીસને દેખાઈ રહી છે.

Download Our B K News Today App



Related News