ડીસા કંસારી શેરપુરા રોડ પર બાઈક સામસામે ટકરાતાં ચાર જેટલાં લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 12:00:01
  • Views : 270
  • Modified Date : 2022-05-26 12:00:01

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર વર્ષી રહી છે ગફલતભરી ડ્રાઈવિંગ અને પુરપાટ ઝડપે વાહનો હંકારતા વાહનચાલકો ને ઉતાવળ પહોંચી જવાના હેતુથી માર્ગ અકસ્માતોની દિનપ્રતિદિન ઘટનાઓ બહાર આવી રહી છે ત્યારે આજે ડીસા શેરપુરા ધુણસોલ રોડ પર બે બાઈક સામસામે ટકરાતાં ચાર જેટલાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને રોડ પર  ઈજાગ્રસ્ત લોકો તડફીયા મારતાનો વિડિયો સોશિઅલ મિડિયામાં વાયરલ થયો છે જ્યારે શેરપુરા રોડ પર અકસ્માત સર્જાયો હોવાની જાણકારી મલતા બે 108 ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી તાત્કાલિક અસરથી સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં અકસ્માતના ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં ઈજાગ્રસ્ત થયેલા ચાર પૈકી બે યુવાનો લગ્ન પ્રસંગે હાજરી આપવા જતાં હોવાનું સ્થાનિકો જણાવ્યું હતું ત્યારે ઝડપની મજા મોતની સજા સાબિત થઈ શકે છે સરકાર દ્વારા પણ  વાહન ચાલકોને સંયમતા દાખવી વાહનો ધીમે ચલાવા વિનંતી સાથે અપીલ કરવામાં આવે છે

Download Our B K News Today App



Related News