આજરોજ થરાદ-સાંચોર હાઇવે પર બેફામ બનેલા એક ટ્રક અને ટ્રેલરે એક સાથે ચાર વાહનોને અડફેટે લીધા હતા ચાર વ્યક્તિઓને ઇજા થવા પામી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-18 12:29:44
  • Views : 275
  • Modified Date : 2021-12-18 12:29:44

 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી..જિલ્લામાં એક બાદ એક નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં અનેક માસુમ લોકોની જિંદગી હોમાઈ રહી છે..મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે..બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસમાં 4 વ્યક્તિઓના અકસ્માતના કારણે મોત નિપજ્યાં છે ત્યારે આજરોજ થરાદ - સાંચોર હાઇવે પર બેફામ દોડેલા એક ટ્રક અને ટ્રેલરે એક સાથે ચાર વાહનોને અડફેટે લીધા હતા . આથી રિક્ષા અને છકડોમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઇજા થવા પામી હતી . જેમને સારવાર અર્થે ખસેડાયા હતા . આરટીઓ કચેરીના જુના મકાન પાસે ગયી કાલે  એક ટ્રક અને ટ્રેલરે છકડો , રિક્ષા , બાઇક અને બોલેરો ગાડીને ટક્કર મારી હતી . રિક્ષાને પાછળથી આવી રહેલા ટ્રેલરે ટક્કર મારી હોવાનું જણાવ્યું હતું . જે પૈકી રિક્ષાને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું . આથી રિક્ષામાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી . જેમાં થરાદના અલકેશભાઇ નરેશભાઇ વણકર  તથા નરેશભાઇ પ્રેમાભાઇ રાજપુતને વધુ ઇજા હોવાથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા . જ્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા છકડો રિક્ષાના ઇજાગ્રસ્ત ચાલક અમરતભાઈ લગધીરભાઈ માળી જણાવ્યું હતું કે તેઓ ચારરસ્તા તરફ આવી રહ્યા હતા . વખતે એક ટ્રકચાલકે રિક્ષાને ટક્કર માર્યા બાદ તેમના છકડો રિક્ષાને પણ ટક્કર મારી હતી . આથી તેમનો છકડો પણ ફંગોળાયો હતો . પરિણામે ઇજા થવા પામી હતી . જ્યારે એક ટ્રકએ બાઇક અને બોલેરો કેમ્પર ગાડીને ટક્કર મારી હતી.

Download Our B K News Today App



Related News