ડીસાના ઢુવા ગામ ખાતે નજેવી બાબતે મારામારી સર્જાતા ડીસા તાલુકા પોલીસ મથકે ચાર શખશો વિરોધ ફરિયાદ નોધાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-30 11:53:40
  • Views : 320
  • Modified Date : 2021-10-30 11:53:40

 

ડીસાના ઢુવા ગામ ખાતે ફરિયાદીના ઘરે આગળ બે શખ્સો એકબીજાને અપ્સબ્દો બોલી ઝઘડો કરતા હોય જેથી ફરીયાદિએ તેમના ઘર આગળ ઝઘડો કરવાની ના પાડતા તેમજ અપ્સબ્દો બોલવાની ના કહી તેમને સમજાવી તેમના ઘર તરફ મોકલેલ જે બાદ ચાર શખ્સો એક સંપ થઇ હાથમાં ધોકા લઇ ફરી ફરિયાદીના ઘર આગળ આવી રસ્તા પર ઉભા રહી અપ્સબ્દો બોલવા લાગ્યા ત્યારે ફરિયાદીએ અપ્સબ્દો બોલવાની ના કહેતાં ચાર શખ્સો દ્વારા ધોકા તેમજ ગડદાપાટુનો માર મારતા ડીસા તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે બનાસકાંઠા જિલ્લામાં નજેવી બાબતે ઝઘડા તેમજ મારામારીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે આવેલ ઢુવા ગામેં રહેતા અરજણજી ભુપતજી ઠાકોર તેમના ઘરે હાજર હતા તે દરમિયાન તેમના ઘર આગળ રસ્તામાં તેમના ગામના મોડણજી ધરમાજી ઠાકોર તથા અશ્વિનજી ગમાનજી ઠાકોર આ બંને કુટુંબી કાકો ભત્રીજો થતા હોઇ એકબીજા સામે સામે અપ્સબ્દો બોલી ઝઘડો કરતા હોઈ ત્યારે અરજણભાઈ ભુપતજી ઠાકોરએ તેના ઘર આગળ ઝઘડો ન કરવા તેમજ અપ્સબ્દો ન બોલવા કઈ સમજાવી તેમના ઘર તરફ મોકલેલા જે બાદ અશ્વિનજી ગમાનજી ઠાકોર હાથમાં ધોકો લઇ તથા આકાશજી કાંતિજી ઠાકોર તથા મથુરજી ગમાનજી ઠાકોર અને મોડણજી ધરમાજી ઠાકોર આ ચારેય જણા અરજણજી ભુપતજી ઠાકોર ના ઘર આગળ આવી રસ્તામાં અપ્સબ્દો બોલવા લાગેલ જે બાદ અરજણજી ભુપતજી ઠાકોર અપ્સબ્દો  બોલવાની ના પાડતાં અશ્વિનજી ગમાનજી ઠાકોર ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં નો ધોકો અરજણભાઈ ઠાકોરના કમરના ભાગે તથા પેટ ઉપર મારેલા અને આકાશ તથા મથુરજી અને મોડણજી ગડદા પાટુંનો આડેધડ માર મારવા લાગે જે બાદ અરજણજી ઠાકોર એ બૂમાબૂમ કરતા તેમના ઘરેથી અરજનજી ની માતા તથા તેની બહેન તેમજ નજીકમાંથી જોગાજી શાંતિથી ઠાકોર તથા બીજા માણસો આવી જતા અરજણજી ઠાકોર ને વધુ મારમાંથી છોડાવેલા અને આ ચાર શખ્સો  ને સમજાવી તેમના ઘર તરફ મોકલેલ અને જતા જતા કહેતા ગયા છે આજે તો તું બચી ગયો પરંતુ અમારું કે અમારા ઘરનું કોઈનું નામ લીધું તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા જતા રહેલા જે બાદ અરજણજી ભુપતજી ઠાકોર ને ગડદા પાટું તેમજ મુઠ માર મારતા જેથી અરજણજી ઠાકોર ને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે મોકલાવેલા જે બાદ વધુ સારવાર માટે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે મોકલે જે બાદ આજરોજ ડીસા તાલુકા પોલીસ મથકે  મોડણજી ધરમાજી ઠાકોર ,અશ્વિનજી ગમાનજી ઠાકોર,આકાશજી કાંતિજી ઠાકોર,મથુરજી ગમાનજી ઠાકોર આ તમામ રહે ઢુંવા ગામના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News