બનાસકાંઠા રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ મામલો : વધુ એક ડોક્ટરની અમદાવાદથી થઈ અટકાયત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-09 13:19:31
  • Views : 492
  • Modified Date : 2021-05-09 13:19:31

     અત્યારે કોરોના મહામારી ના સમયમાં દર્દીઓની સારવાર માટે રેમડેસીવર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે જેના કારણે કેટલાક લાલચી લોકો આવા સમયમાં પણ ઇન્જેક્શન નું કાળા બજાર કરી રહ્યા છે જે બાબતે બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમ ને પણ ધ્યાને આવતા જ તેઓએ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ થી હર્ષ ઠક્કર નામનો યુવક ડીસામાં કેટલાક લોકોને ઇન્જેક્શન વેચવા માટે આવતો હોવાની માહિતી મળતા જ વોચ ગોઠવી હતી જે દરમિયાન ડીસા ના ભોયણ પાસે અમદાવાદ થી આવેલ હર્ષ ઠક્કર અને તેના સાગરીતો અને ડીસા થી ઇન્જેક્શન ખરીદવા માટે આવેલા લોકો મળી કુલ આઠ લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે આ બાબતે પૂછતાં તેઓ જરૂરિયાતમંદ કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓને ટાર્ગેટ કરી 900 રૂપિયા માં આવતું ઇન્જેક્શન કાળા બજાર કરી 30 હજાર રૂપિયામાં વેચાતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રેમડેસીવર ઇન્જેક્શન અને બે કાર સહિત કુલ 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ પોલીસે આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

     કોરોના મહામારી દરમ્યાન ઓકસીજન અને રેમડેસિવિર ઇન્જેક્શન ની ભારે અછત જોવા મળી રહી છે ત્યારે કપરા સમયમાં કાળા બજારીયા પણ પૈસા કમાવવા માટે હોડ લગાવવી છે. શનિવારે ડીસાના ભોયણ નજીક થી એલસીબી પોલીસે 6.22 લાખના મુદ્દામાલ સાથે ચાર બનાસકાંઠા અને ચાર અમદાવાદના મળી કુલ આઠ શખ્સોને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જો કે, ઇન્જેક્શન ખરીદવા આવેલા  થરાદના ચાર શખ્સોને  ડીસા તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચારેય શખ્સોના જામીન મંજુર કરવામાં આવ્યાં હતાં.  જ્યારે અમદાવાદ થી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા આવેલા શખ્સોના રીમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

     કોરોના મહામારી દરમ્યાન ઓકસીજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે ત્યારે આવા કપરા સમયમાં કાળા બજારીયા પણ પૈસા કમાવવા માટે હોડ લગાવવી છે. ત્યારે અગાઉ તા. ૦૧-૦૫-૨૦૨૧ ના રોજ ડીસાના ભોયણ નજીકથી એલસીબી પોલીસે ૬.૨૨ લાખના મુદ્દામાલ સાથે ચાર બનાસકાંઠા અને ચાર અમદાવાદના મળી કુલ આઠ શખ્સોને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.જે બાદ પોલીસે અમદાવાદથી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા આવેલા શખ્સોના રીમાન્ડ મેળવ્યા બાદ ડીસા તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. આ સમગ્ર તપાસ દરમ્યાન ડીસા તાલુકા પોલીસને વધુ એક સફળતા મળી હતી.જેમાં અમદાવાદ ખાતે આવેલ સંજીવની હોસ્પિટલના બી.એ.એમ.એસ ડોક્ટર વિશાલ કુમાર સુરેશદાન ગઢવી પણ આ ઇન્જેક્શન કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું જેથી ડીસા તાલુકા પોલીસ પણ તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે અમદાવાદ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલ  પહોંચી હતી જ્યાં સંજીવની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.વિશાલની ધરપકડ કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવ્યા હતાં. જે બાદ ડીસા તાલુકા પોલીસે ડોક્ટર વિશાલકુમાર ને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News