રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ : થરાદના ચાર શખ્સોનો જામીન પર છુટકારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-04 13:01:09
  • Views : 6917
  • Modified Date : 2021-05-04 13:01:09

   અત્યારે કોરોના મહામારી ના સમયમાં દર્દીઓની સારવાર માટે રેમડેસીવર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે જેના કારણે કેટલાક લાલચી લોકો આવા સમયમાં પણ ઇન્જેક્શન નું કાળા બજાર કરી રહ્યા છે જે બાબતે બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમ ને પણ ધ્યાને આવતા તેઓએ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ થી હર્ષ ઠક્કર નામનો યુવક ડીસામાં કેટલાક લોકોને ઇન્જેક્શન વેચવા માટે આવતો હોવાની માહિતી મળતા વોચ ગોઠવી હતી જે દરમિયાન ડીસા ના ભોયણ પાસે અમદાવાદ થી આવેલ હર્ષ ઠક્કર અને તેના સાગરીતો અને ડીસા થી ઇન્જેક્શન ખરીદવા માટે આવેલા લોકો મળી કુલ આઠ લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે બાબતે પૂછતાં તેઓ જરૂરિયાતમંદ કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓને ટાર્ગેટ કરી 900 રૂપિયા માં આવતું ઇન્જેક્શન કાળા બજાર કરી 30 હજાર રૂપિયામાં વેચાતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રેમડેસીવર ઇન્જેક્શન અને બે કાર સહિત કુલ 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ પોલીસે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

        કોરોના મહામારી દરમ્યાન ઓકસીજન અને રેમડેસિવિર ઇન્જેક્શન ની ભારે અછત જોવા મળી રહી છે ત્યારે કપરા સમયમાં કાળા બજારીયા પણ પૈસા કમાવવા માટે હોડ લગાવવી છે. શનિવારે ડીસાના ભોયણ નજીક થી એલસીબી પોલીસે 6.22 લાખના મુદ્દામાલ સાથે ચાર બનાસકાંઠા અને ચાર અમદાવાદના મળી કુલ આઠ શખ્સોને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જો કે, ઇન્જેક્શન ખરીદવા આવેલા  થરાદના ચાર શખ્સોને શનિવારે મોડી સાંજે ડીસા તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચારેય શખ્સોના જામીન મંજુર કરવામાં આવ્યાં હતાંજ્યારે અમદાવાદ થી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા આવેલા શખ્સોના રીમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

      બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાવાયરસ ના કહેરમાં વધારો થઈ રહ્યો છે લોકોના વધેલા સંક્રમણના કારણે દિવસે ને દિવસે કોરોના વાયરસનાં દર્દીઓથી ખાનગી અને સરકારી હોસ્પિટલો ઊભરાઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વધતા જતા કોરોનાવાયરસ ના દર્દીઓ ના કારણે હાલમાં ઓક્સિજન અને ઇન્જેકશનની મોટી અછત સર્જાઇ રહી છે સતત ઓક્સિજનની અછતના કારણે અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓના મોત પણ નીકળી ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ સૌથી વધુ કોરોનાવાયરસ ના કેસ ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે ત્યારે આવા સમયે ઓક્સિજન અને ઇન્જેકશનના કાળા બજાર કરતા લોકો સામે આવી રહ્યા છે અગાઉ પણ અમદાવાદથી ઇન્જેક્શન કાળા બજાર કરતા લોકો ઝડપાયા હતા જે બાદ આજે વધુ આઠ લોકો ડીસામાંથી ઈન્જેક્શનનો કાળા બજાર કરતા ઝડપાયા છે. એક તરફ દર્દીઓને બચાવવા માટે તેના સગાઓ ઓક્સિજન અને ઇન્જેક્શન મેળવવા આમ તેમ દોડ લગાવી રહ્યા છે ત્યારે આવા સમયનો લાભ ઉઠાવી લોકો કાળા બજાર કરી રહ્યા છે ત્યારે ખરેખર આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં ઇન્જેક્શનના કાળા બજાર કરતા લોકો બંધ થઈ શકે તેમ છે.

 

Download Our B K News Today App



Related News