મહેસાણાના હાંસલપુરમાં કારચાલકે મહિલા સહિત ચારને લીધા અડફેટે, એકનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 14:26:31
  • Views : 107
  • Modified Date : 2023-06-19 14:26:31

મહેસાણાના હાંસલપુર પાસે ભાજપનો ખેસ બાંધેલી કારના ચાલકે અકસ્માત સર્જતા મહિલાનું મોત થયું છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. ઘટના વિરમગામ-બહુચરાજી હાઈવે પરની છે. જ્યાંથી એક મહિલા અને તેનો પતિ બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન કારચાલકે ટક્કર મારતાં મહિલાનું મોત થયું હતું.જ્યારે બીજી તરફ અકસ્માત સર્જનાર કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન કારચાલકે બીજા 3 લોકોને અડફેટે લેતાં તે પકડાઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં તેની કારમાં ભાજપનો ખેસ પણ બાંધેલો છે.તો બીજી તરફ સુરતના વરાછામાં એક યુવકે ચાલતી બસ નીચે અચાનક પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આ ઘટના વરાછા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગરની છે. જ્યાં યુવકે કરેલા આપઘાતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

Download Our B K News Today App



Related News