રાજકોટ-અમદાવાદ વચ્ચે સિક્સ લેન બની ગયા પછી ચાર નવાં ટોલનાકાં ઊભાં કરાશે અને બામણબોર, બગોદરા ટોલ બૂથ બંધ કરવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 11:32:13
  • Views : 276
  • Modified Date : 2020-10-27 11:32:13

  રાજકોટ-અમદાવાદ વચ્ચે ૬ લેન રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જે એજન્સીઓને ટોલ આધારે અપાયું છે. આ હાઈવે બન્યા બાદ ટોલ બૂથ પણ કાર્યરત થશે અને હાલના ટોલનાકાં બંધ થશે. રાજકોટથી અમદાવાદ તરફ જતાં પ્રથમ ટોલનાકું માલિયાસણ ગામથી ૧.૫ કિલોમીટર દૂર પર બનાવવામાં આવશે. આ ટોલ બૂથથી ૬૧ કિ.મી.એ સાયલાના આયા ગામ પાસે ત્યાંથી ૬૨ કિ.મી.એ પાણશીણા ગામ અને ત્યાંથી ૫૦ કિ.મી.એ બાવળા પહેલાં એમ ચાર ટોલનાકાં ચાલુ થશે.

  નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવે છે, પણ ૬ લેન કરવાની કામગીરી રાજ્ય સરકાર જ કરી રહી છે, તેથી ટોલ બૂથ પર રાજ્ય સરકારના જ નિયમો લાગુ પડશે, તેથી માત્ર માલવાહક અને કોમર્શિયલ વાહનો પાસેથી ટોલ લેવામાં આવશે. કાર અને એસ.ટી. બસ પાસેથી ટોલ લેવામાં આવશે નહીં. જુલાઈ ૨૦૨૧માં હાઈવેનો પ્રોજેક્ટ પૂરો થવાનો છે.

  માલિયાસણના સ્થાનિક ટ્રાન્સપોર્ટરને અમુક રાહત મળવાની શક્યતા
ટોલ અંગેના નિયમ મુજબ, ટોલ પ્લાઝા પાસે જે સ્થાનિકો છે તેમને ટોલમાંથી અમુક રાહત આપવામાં આવે છે. માલિયાસણની આસપાસ અનેક ટ્રાન્સપોર્ટરની ઓફિસ આવેલી છે, તેથી આ ધંધાર્થીઓને ટોલમાંથી અમુક અંશે રાહત મળે એવી શક્યતા છે. આ રીતે ચારેય ટોલ બૂથ પર વિચારણા ચાલી રહી છે. જોકે અંતિમ નિર્ણય સરકારના પ્રતિનિધિ ટૂંક સમયમાં લેશે.

Download Our B K News Today App



Related News