ડીસા તાલુકાના મેડામાં મહિલા સહિત ચાર શખ્સો નો યુવક ઉપર હુમલો : ડીસા તાલુકા પોલીસે ફરીયાદ નોધી તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 11:08:37
  • Views : 275
  • Modified Date : 2022-07-19 11:08:37

ડીસા તાલુકાના મેડામાં મહિલા સહિત ચાર શખ્સો નો યુવક ઉપર હુમલો : ડીસા તાલુકા પોલીસે ફરીયાદ નોધી તપાસ હાથ ધરી

 

ડીસા તાલુકાના મેડા ગામે બોર ઉપર પાણી ભરવા ગયેલા યુવક ઉપર ગામની જ એક મહિલા સહિત ચાર શખ્સો એ હુમલો કરી ઈજાઓ પહોચાડતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના મેડા ગામના રમેશભાઈ તેજાભાઈ રબારી રવિવારે બપોરે તેમની બાજુમાં ખેતર ધરાવતા ભાવાભાઈ રૂપાભાઈ રબારી ના બોર ઉપર પાણી ભરવા માટે ગયા હતાં. જે દરમિયાન ભાવાભાઈ રબારી એ કહેલ કે અમારા ઘરે લગ્ન માં આવ્યાં નથી ને આજે કેમ અમારા બોર ઉપર પાણી ભરવા આવ્યો છે તેમ કહી અપશબ્દો બોલતા રમેશભાઈ રબારી એ અપશબ્દો બોલવાની ના પાડતા ભાવાભાઈ રબારી એ કુહાડી મારી હતી તેમજ બેચરભાઈ અને અમરતભાઈ રબારી એ લાકડી વડે માર માર્યો હતો અને જેણીબેન રબારી એ ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. આથી ઈજાગ્રસ્ત રમેશભાઈ રબારી ને ડીસા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે રમેશભાઈ તેજાભાઈ રબારી એ ડીસા તાલુકા પોલીસ મથકે ભાવાભાઈ રૂપાભાઈ રબારી, બેચરભાઈ રૂપાભાઈ રબારી, અમરતભાઈ રૂપાભાઈ રબારી અને જેણીબેન ભાવાભાઈ રબારી (ચારેય રહે, મેડા, તા. ડીસા) સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ દિનેશકુમાર પરમાર ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News