અમીરગઢમાં ખાનગી બેંકના કર્મચારીને માર મારી લૂંટ કરનાર ચાર ઇસમો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-02 11:57:24
  • Views : 372
  • Modified Date : 2021-08-02 11:57:24

     અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ જૂની સરોત્રી થી વિશ્વેશ્વર મહાદેવજીના મંદિરના રસ્તા પર ચાર ઈસમોએ એક ખાનગી બેન્કના કર્મચારી ને મારી મોબાઈલ ટેબ્લેટ તથા રોકડ રકમ સહિત લૂંટ ની ઘટના સામે આવી હતી અમીરગઢ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચારે ઇસમોને ઝડપી મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

     અમીરગઢ જૂની સરોત્રી થી પ્રખ્યાત વિશ્વેશ્વર મહાદેવના મંદિર ના રસ્તા પર પાલનપુ માં આવેલ ખાનગી બેંકના કર્મચારીઓ બેન્કે આપેલ લોન ની રિકવરી કરવા માટે આવેલ હોવાથી તે પોતાના બાઈક પર કાચા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાર અજાણ્યા ઇસમો આવી સૂમસામ રસ્તા નો લાભ લઈ રિકવરી માટે આવેલ અલ્પેશભાઈ  ને ઘેરી લઈ તેને ધોકાનો માર મારી ટેબલેટ , મોબાઈલ તથા રોકડ રકમ આમ કુલ 13780 ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલ અજાણ્યા ઈસમો સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા અજાણ્યા લુંટારૂઓ ને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરતા ચાર ઇસમોને વિનોદ રાણા, હિતેશકુમાર માળી, સુરેશ માળી  જેન્તીભાઇ મોરી પકડેલ છે અને બનાસકાંઠા માં થયેલ અન્ય લૂંટનો ભેદ ઉકેલવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News