ગિરનાર પર્વત ઉપર ખાબક્યો ચાર ઇંચ જેટલો વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-29 16:31:39
  • Views : 108
  • Modified Date : 2023-06-29 16:31:39

 હવામાન વિભાગ  દ્વારા ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. જેનો અદભૂત નજારો સામે આવ્યો છે.જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત ઉપર ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ પડતાં ગિરનારના પગથિયાં પરથી પાણી વહેતા થયા છે. જેનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. જો કે વરસાદના કારણે ગિરનાર પર્વત પર આવેલા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Download Our B K News Today App



Related News