ડીસાના જુની ભીલડી ગામની સીમમાંથી ચાર જુગારીઓ ઝડપાયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 15:12:25
  • Views : 209
  • Modified Date : 2022-04-14 15:12:25

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હવે શહેરી વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારમાં પણ નહીં ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ડીસા અને આજુબાજુના વિસ્તારોમાં હવે યુવા પેઢી મેચનો સટ્ટો તેમજ જુગારમાં પોતાનું જીવન બગાડી રહ્યા છે ત્યારે વારંવાર પોલીસ દ્વારા જુગાર અને મેચનો સટ્ટો રમતા લોકો પર દરોડા પાડી ઝડપી પાડવામાં આવતા હોય છે ત્યારે ભીલડી પીએસઆઇ આર.જે.ચૌધરી તથા ભીલડી પોલીસ સ્ટાફના માણસો ભીલડી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતાં દરમ્યાન મળેલ હકીકત આધારે જુની ભીલડી ગામમાં ખુલ્લી જગ્યામાં પૈસા થી ગંજીપાનાનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમાડતા 4 જુગારીઓને રોકડ રકમ રૂ.11430 તથા મોબાઇલ નંગ-03  કિંમત.રૂ.7500 કુલ કિંમત રૂ.18930 ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો રજી કરી આગળ ની કાર્યવાહી કરેલ છે ભીલડી પોલીસે 4 જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ ભીલડી પીએસઆઇ આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે....

Download Our B K News Today App



Related News