ડીસામાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ રાજસ્થાની યુવક ને ચાર દિવસ ના રીમાન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-13 11:27:40
  • Views : 220
  • Modified Date : 2022-03-13 11:27:40

ડીસા શહેર દક્ષિણ પોલીસે ડીસા કોર્ટ માં રજુ કરી વધુ તપાસ હાથ ધરી

 

ડીસા શહેરના શિવનગર પોલીસ નજીક થી બુધવારે ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ રાજસ્થાની યુવક ને શુક્રવારે ડીસા કોર્ટમાં રજુ કરતાં સોમવાર સુધીના એટલે કે ચાર દિવસ ના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.

હોળી ધુળેટી ના તહેવાર ને લઈ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ના પીઆઈ જે.વાય.ચૌહાણ બુધવારે સાંજે સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીગમાં હતાં. જે દરમિયાન ગાયત્રી મંદિર પાછળ આવેલ શિવનગર પોલીસ ચોકી પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ રાજસ્થાની યુવકને પુછપરછ કરતાં તેનું નામ મહાદેવારામ મેઘવાલ (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેના થેલામાંથી 5.766 કિ.ગ્રા. ગાંજો મળી આવ્યો હતો. આથી ડીસા શહેર ઉત્તર પોલીસે મહાદેવારામ મેઘવાલ સામે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોધી કેસની વધુ તપાસ માટે ડીસા શહેર દક્ષિણ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો.

આથી ડીસા શહેર દક્ષિણ પીઆઈ વાય.એમ.મિશ્રા ગાંજા સાથે ઝડપાયેલા આરોપીનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી અને શુક્રવારે ડીસા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આથી ડીસા કોર્ટે ચાર દિવસ ના રીમાન્ડ એટલે કે સોમવાર સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં તેમ તપાસ અધિકારી અને ડીસા શહેર દક્ષિણ પીઆઈ વાય.એમ.મિશ્રા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News