સુરત ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ યોગ ચેમ્પિયનશિપમાં બનાસકાંઠાના ચાર સ્પર્ધકોએ કૌશલ્ય બતાવ્યુ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-02 11:47:48
  • Views : 223
  • Modified Date : 2021-11-02 11:47:48

સુરત ખાતે ગુજરાત સ્ટેટ યોગ એસોસયેશન દ્રારા સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રોફેસર ડૉક્ટર મિહિર ભાઈ દવેનાં માર્ગ દર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાંથી 16 ખેલાડીઓની ટીમ સુરત મુકામે ભાગ લેવા ગઈ હતી. નેશનલ યોગા રેફરી તરીકે ડૉક્ટર રિતેશ પ્રજાપતિ એ સેવા આપી હતી જે બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોમાં નેહા ઠક્કર પ્રથમ નંબરે, મેહુલભાઈ ઓઝા ચેતનકુમાર મોદી બીજા નંબર પર, અને અશોકભાઈ પિસારા તૃતીય નંબર પર પોતપોતાની કેટેગરીમાં લાવ્યા હતા.જે ચાર સ્પર્ધકો નેશનલ રમવા જશે.ટીમ મેનેજર તરીકે મિલન રાવ એ સારી સેવા આપી હતી.સમગ્ર ઇવેન્ટનું સફળ આયોજન ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશનનાં સેક્રેટરી પરેશભાઈ ભટ્ટ અને તેમની ટીમને વખાણવા લાયક સુંદર રીતે કર્યું હતું .

 

Download Our B K News Today App



Related News