ડીસા ની ચામુંડા સોસાયટી માં જુગાર રમતા ચાર જડપાયા...દક્ષિણ પોલીસે રોકડ મોબાઈલ મળી આઠ હજાર ઉપરાંત નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-24 11:54:38
  • Views : 1652
  • Modified Date : 2022-03-24 11:54:38

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ની ઘટના માં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા શહેરમાં આજે લોકો પૈસા કમાવવા માટે જુગાર અને વરલી મટકાનો જુગાર રમતા જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા ના ભરચક એવા ચામુંડા સોસાયટી માં જાહેર માં ઓટલા ઉપર કેટલાક સક્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે ડીસા દક્ષિણ પોલીસે તપાસ કરતા ચાર સક્સ જાહેર માં જુગાર રમતા પોલિસ ના હાથે ઝડપાઇ જવા પામ્યા હતા

અંગેની ફરિયાદ ની વિગત અનુસાર ડીસા ની ચામુંડા સોસાયટી આવેલા મકાન ૪૭ નેશનલ ગરાઇન્ડિગ  સરણ ની સામે ઓટલા ઉપર કેટલાક સક્સ જુગાર રમી રહ્યાં હોઇ બાતમી આધારે દક્ષિણ પોલીસે બાતમી આધારે  અચાનક તપાસ કરતા ચારેક શખ્સ જાહેર માં તિનપતિ નો  હાર જીતનો જુગાર રમતા પોલીસ દ્વારા ઝડપાઇ જવા પામ્યા હતા પોલીસ પંચો ની રૂબરૂ તેમની પાસે થી રોકડ મોબાઈલ મળી કુલ ૮૮૬૦ નો મુદામાલ જપ્ત કરી ચારેય જુગરિયા વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જડપાયેલ જુગરિયા

() ધરાજભાઈ હેમાભાઈ નાઈ

()શૈલેષભાઇ પાંચાભાઈ પ્રજાપતિ

()ભાવુસિંહ બનુસીહ પરમાર

()સુરેશભાઈ કાળુભાઇ માળી

તમામ રહે.ડીસા

Download Our B K News Today App



Related News