તેનીવાડા ગ્રામપંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો ઉભેલો ફોટો વાયરલ કરી સર્જ્યો વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 10:59:53
  • Views : 505
  • Modified Date : 2019-07-21 10:59:53

વડગામ તાલુકાના તેનીવાડા પ્રાથમિક શાળાને તા ૧૭/૭/૨૦૧૯ ના ૭૬ વર્ષ પુર્ણ થતાં શાળામાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેનીવાડા પંચાયતના તલાટી જીગરભાઇ ચૌધરી દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયતના તમામ સદસ્યો તેમજ સરપંચ તલાટી અને ગામના આગેવાનો સાથે શાળા પરિવારનો સ્ટાફ ગણ હાજર રહીને શાળાની
સ્થાપનાને છોત્તર વર્ષે પૂર્ણ થતાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
તે સમયે તેનીવાડા
પંચાયતના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શાળામાં પ્રાર્થના શરૂ થયા બાદ આવ્યા હતા. ન્યાય સમિતિના ચેરમેન શાળામાં સિસ્ત અને સંસ્કારના દર્શન કરાવી પ્રાર્થના કાળના સમય દરમિયાન બે મિનીટ જેવા સાઇડમાં ઉભા રહેતાં સ્કૂલના આચાર્ય ની નજર જતાં ખુરશી લાવીને બેસાડયા હતા. કાર્યક્રમ શરૂ થયા બાદ લેટ પહોંચેલા સામાજિક ન્યાય સમિતિેના ચેરમેનો બે મિનીટ સાઈડમાં ઉભા રહેલા પંચાયતના દલિત સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રત્યે આરમાયુ વર્તનનો ફોટો વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. જ્યારે આ બાબતે શાળાના આચાર્યને પુછતા આવું કંઇ બન્યું જ નથી. માત્ર ગામની એક્તા તોડવાના કેટલાક વિધ્નસંતોષી લોકો દ્વારા પ્રયાસ કરીને ગામને શાળાને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે.

Download Our B K News Today App



Related News