પૂર્વ સરપંચે શેક્ષણિક સંસ્થામાં બેસી ગામના આગેવાનોને અભદ્ર ટિપ્પણીઓ ભર્યા પત્રો ફરતા કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-09 17:42:26
  • Views : 198
  • Modified Date : 2022-06-09 17:42:26


ગઢ કેળવણી મંડળના પ્રમુખ અને પૂર્વ સરપંચ નું કારસ્તાન


પૂર્વ સરપંચે શેક્ષણિક સંસ્થામાં બેસી ગામના આગેવાનોને અભદ્ર ટિપ્પણીઓ ભર્યા પત્રો ફરતા કર્યા


પ્રતિષ્ઠિત વ્યક્તિની પ્રતિષ્ઠા ને હાની પહોંચાડવાનું કર્યું અધમ કૃત્ય


ગઢ પોલીસ મથકે નોંધાઈ પ્રમુખ અને શિક્ષક સામે  ફરિયાદ.


ગઢ ના શિક્ષણ જગત ને કલકિત બનાવતી  એક ઘટના સામે આવી છે

 

પાલનપુર તાલુકાના ગઢ સ્થિત વર્ષો જૂની સંસ્થા ગઢ કેળવણી મંડળ સંચાલિક ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ સંસ્થાના પ્રમુખ અને એક શિક્ષકે ગઢ ગામના સૌથી મોટા ગણાતા સમાજોને સામસામે લાવવા ગઢના એક સંસ્થાના પ્રમુખે એક વ્યક્તિ વિશેષને બદનામ કરવાના ઈરાદા થી અભદ્ર ટિપ્પણીઓ ભર્યા પત્ર પોસ્ટ મારફતે ગામના આગેવાનોને મોકલી ગુનાહિત ભર્યું કૃત્ય કરી ગામની શાન્તિ ને ડહોળવા નો પ્રયાશ કર્યો છે

 

સમગ્ર ઘટનાની વાત કરવામા આવે તો ગઢ ગામની એક શૈક્ષણિક ખાનગી સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારી હરિભાઈ ભુટકા ના ચારિત્ર અંગે અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ કરી ગામના આગેવાન રણજીતસિંહ પરમાર તેમજ સેનજીજી ચતરાજી ઠાકોર ના નામે ગામના આગેવાનો ને પોસ્ટ મારફતે મોકલી ત્રણેય વ્યક્તિ ને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બે સમાજો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનું કાવતરું રચતા રણજીતસિંહ રામજીજી પરમારે પોતાના નામનો ખોટો ઉલ્લેખ કરી પત્રો મોકલેલા હોઈ મામલે ગઢ પોલીસ મથકે  જાણવા જોગ ફરિયાદ આપી હતી જેના પગલે ગઢ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન પત્રો જે  પોસ્ટમાં થી  પોસ્ટ થયા હતા તેના સીસીટીવી ફૂટેજ મેળવી ફરિયાદી ને બોલાવી સીસીટીવી કુટેજ બતાવતા  પોસ્ટ કરનાર બે વ્યક્તિ ની ઓળખ કરી બન્ને જણ ગઢ ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલના બે શિક્ષકો હોવાનું સામે આવ્યું હતું જેના પગલે ગઢ પોલીસે બંને શિક્ષકો ની પુછતાછ કરતા શિક્ષકો પોલીસ ના નિવેદન માં લખાવ્યું હતું કે અમને કામ કરવા માટે ગઢ કેળવણી મંડળ ના પ્રમુખ ખોડીદાસ અમુભાઈ સાલવી કહેતા અમોએ ગઢના આગેવાનોને પત્રો પોસ્ટ કર્યા હતા જેના પગલે ફરિયાદી રણજિત સિંહ રામજીભાઈ પરમારે બુધવારે સાંજે ગઢ કેળવણી મંડળ ના પ્રમુખ ખોડીદાસ અમુભાઈ સાલવી (પટેલ )અને એજ સંસ્થાના શિક્ષક રમેશજી વશરામજી દૈદરા (ઠાકોર )ની  સામે ફરિયાદ નોંધાવી હતી જેને પગલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે


અત્રે ઉલ્લેખનીય છે કે ગઢ ની આટલી મોટી શેક્ષણિક સંસ્થા ના વડા બાળકોના શિક્ષણમાં રસ લેવાને બદલે આવું અશોભનીય કાર્ય કરતા સમગ્ર ગામમાં સંસ્થાના પ્રમુખ સામે ફીટકાર વરશી રહ્યો છે...

Download Our B K News Today App



Related News