રાજેસ્થાન : પૂર્વ સીએમ જગન્નાથ પહાડિયાનું 89 વર્ષની વયે કોરોનાથી થયું નિધન; 13 મહિનાના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં દારૂબંધી લાગુ કરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 13:25:12
  • Views : 334
  • Modified Date : 2021-05-20 13:25:12

     રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને બિહાર-હરિયાણાના રાજ્યપાલ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગન્નાથ પહાડિયાનું બુધવારે રાત્રે કોરોનાના કારણે અવસાન પામ્યા હતા. 89 વર્ષિય પહાડિયાએ ગુડગાંવની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર રાજસ્થાન સરકારે એક દિવસનો રાજકીય શોક અને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે.આ દરમિયાન, સરકારી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહેશે. પહાડિયાને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં આજે બપોરે મંત્રી પરિષદની બેઠક બોલાવવામાં આવી છે.

     પહાડિયા 6 જૂન 1980થી 14 જુલાઈ 1981 સુધી માત્ર 13 મહિના માટે રાજસ્થાનના મુખ્યમંત્રી રહ્યા હતા. પરંતુ આ ટૂંકા ગાળામાં પહાડિયાએ રાજ્યમાં સંપૂર્ણ રીતે દારૂબંધી લાગુ કઋ હતી. તેઓ 1957, 1967, 1971 અને 1980માં સાંસદ અને 1980, 1985, 1999 અને 2003માં ધારાસભ્ય પણ રહ્યા હતા. પહાડિયા ઇન્દિરા ગાંધી કેબિનેટમાં પણ મંત્રી રહ્યા હતા. તેમની પાસે નાણાં, ઉદ્યોગ, શ્રમ, કૃષિ જેવા વિભાગો હતા. તેઓ 1989 થી 1990 સુધી એક વર્ષ માટે બિહારના રાજ્યપાલ અને 2009 થી 2014 સુધી હરિયાણાના રાજ્યપાલ પણ રહ્યા હતા.જગન્નાથ પહાડિયા રાજસ્થાનના એકમાત્ર દલિત મુખ્યમંત્રી રહ્યા છે. તેમના પહેલા અને તેમના પછી રાજસ્થાનમાં કોઈ દલિત નેતા મુખ્યમંત્રી બન્યા નથી. ભરતપુરના ભુસાવરમાં એક દલિત પરિવારમાં પહાડિયાનો જન્મ થયો હતો.

     એવું કહેવામાં આવે છે કે 1957માં તે સમયે દિગ્ગજ નેતા માસ્ટર આદિતેન્દ્ર પહાડિયાને તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત કરવા માટે લઈ ગયા હતા. તે સમયે પહાડિયાની ઉંમર ફક્ત 25 વર્ષ હતી. પંડિત નહેરુએ જ્યારે પહાડિયાને દેશ અને દેશની પરિસ્થિતિ વિશે પૂછ્યું ત્યારે પહાડિયાએ કહ્યું હતું કે બાકી બધુ તો બરાબર છે પરંતુ દલિતોને યોગ્ય રીતે સાંભળવામાં આવી રહ્યા નથી. આ મુદ્દે પંડિત નહેરુએ પહાડિયાને ચૂંટણી લડવાનું કહ્યું અને પહાડિયા પણ તરત જ તૈયાર થઈ ગયા. પહાડિયા 1957માં દેશની બીજી સામાન્ય ચૂંટણીમાં સવાઈ માધોપુરના સાંસદની ચૂંટણીમાં જીત્યા હતા. આ રીતે પહાડિયાની ચૂંટણી યાત્રા શરૂ થઈ હતી.

    જગન્નાથ પહાડિયા સંજય ગાંધીની ખૂબ નજીકના હતા. તેમના મુખ્યમંત્રી બનવાનું પણ આ સૌથી મોટું કારણ હતું. પહાડિયા પણ ઇન્દિરા ગાંધીની પણ નજીકના નેતા હતા. જો કે સંજય ગાંધીના નિધન બાદ પહાડિયાનું વર્ચસ્વ કંઇ ઓછું થયું ન હતુ, પરંતુ તેઓ 2008 સુધી સક્રિય રાજકારણમાં રહ્યા. ત્યાર બાદ એક દાયકાથી વધુ સમય સુધી તે પાર્ટીના મોટા કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળતા હતા.



Download Our B K News Today App



Related News