કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા કલાલ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.. જેના વિરોધમાં આજે કલાલ જ્ઞાતિ સમાજ,પાલનપુર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 12:22:46
  • Views : 356
  • Modified Date : 2021-03-17 12:22:46

     કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા કલાલ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.. જેના વિરોધમાં આજે કલા જ્ઞાતિ સમાજ,પાલનપુર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

    ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા રાજીવગાંધી ભવનથી રેલી કાઢી બેનર અને સૂત્રોચ્ચાર કરી કલાલ જ્ઞાતિ સમાજની અભદ્ર ટિપ્પણી કરી હતી અને કલાલ સમાજની લાગણી દુભાવી હતી.. તેમજ ગુજરાતમાં વસતા તમામ કલાલ જ્ઞાતિની નિંદા કરી જાહેરમાં ઊતારી પાડવાના ઈરાદા સાથે  "ખેતરમાંથી કાઢો કલાલ અને દેશમાં  કાઢો દલાલ" જેવા બેનરો અને સૂત્રોચ્ચાર કરીને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવીને ગંભીર પ્રકારનો ગુનો કરીને ગુજરાતમાં વસતા કલાલ સમાજના લોકોને અપમાનિત કરીને તેમની લાગણી દુભાવી હતી ત્યારે પટેલ કલા જ્ઞાતિ સમાજ,પાલનપુર દ્વારા આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને આ દેશમાંથી કાઢી મૂકોના બેનર સાથે વિરોધ દર્શાવ્યો હતો..તેમજ આ કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News