રાજ્યના પૂર્વ મંત્રી બાબરભાઇ તડવીનું કોરોનાની સારવાર દરમિયાન વડોદરામાં નિધન, સંખેડા બેઠક પર સતત 3 ટર્મ સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 14:38:26
  • Views : 304
  • Modified Date : 2021-01-06 14:38:26

    છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના પૂર્વ ધરાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બાબરભાઇ તડવીનું કોરોનાની સારવાર દરમિયાન 80 વર્ષની વયે આજે વહેલી સવારે નિધન થયું છે. જેને પગલે તેમના પરિવાર અને કોંગ્રેસમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


રાજ્યના પૂર્વ મંત્રી બાબરભાઇ તડવીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને વડોદરાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોરોનાની સારવાર દરમિયાન આજે વહેલી સવારે વડોદરા ખાતે તેમનું નિધન થયું હતું. જેને પગલે તેમના નિવાસ્થાને મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો પહોંચી ગયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.મૂળ કોંગ્રેસી એવા બાબરભાઇ તડવી 1990માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળમાંથી પહેલીવાર સંખેડા બેઠક પર જીત્યા હતા. ત્યાર બાદ 1995 અને 1998માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આમ તેઓ સતત 3 ટર્મ સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. જોકે 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અભેસિંહ તડવી સામે તેઓ હારી ગયા હતા.


    એક વખત ભાજપમાં પણ જોડાયા હતા, પરંતુ, બાદમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને વર્ષોથી તેઓ કોંગ્રેસમાં સક્રિય હતા.


Download Our B K News Today App



Related News