પૂર્વ IPS આર.બી. શ્રીકુમારને સેશન્સ કોર્ટ તરફથી મોટો ઝટકો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 17:50:45
  • Views : 97
  • Modified Date : 2023-06-23 17:50:45

બહુચર્ચિત 2002 રમખાણો બાદ ગુજરાતને બદનામ કરવાના કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. સેશન કોર્ટે પૂર્વ IPS આર.બી. શ્રીકુમારને કેસમાંથી મુક્તિ આપવાની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત રમખાણો અને તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવા મામલે  તિસ્તા સેતલવાડ, આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે ગુનો નોંધાયો હતો, જે મુદ્દે સુનાવણી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ફાઇલ થયા બાદ તેમાં થયેલા સોગંધનામામાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે આર.બી. શ્રીકુમારે સમગ્ર કેસમાંથી મુક્ત કરવા સેશન કોર્ટમાં અરજી કરી હતી. જો કે આ અરજીનો રાજ્ય સરકાર વચી રોકાયેલા સરકારી વકીલે વાંધો ઉઠાવ્યો હતો. આર.બી શ્રીકુમારે કોર્ટમાં અરજી કરી હતી કે તેમની સામે પૂર્વગ્રહ રાખીને આ કેસમાં નામ જોડવામાં આવ્યું છે. તેમની સામે કોઇ કેસ બનતો ન હોવાથી તેઓને દોષમુક્ત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે શ્રીકુમાર દ્વારા કરવામાં આવેલી અરજી  પર ગત 12 જુનના રોજ જ દલીલો પૂર્ણ થઇ ગઇ હતી. બંને પક્ષોએ ધારદાર દલીલો કરવામાં આવી હતી. ત્યારબાદ દલીલો પૂર્ણ થયા બાદ આજે સેશન્સ કોર્ટે IPS શ્રીકુમારની ડિસ્ચાર્જ અરજી ફગાવવાનો નિર્ણય લીધો હતો. હવે આ કેસની વધુ સુનાવણી 26 જુન સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.

Download Our B K News Today App



Related News