રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવાનો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો દાવો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-03 13:05:51
  • Views : 97
  • Modified Date : 2023-09-03 13:05:51

રાજસ્થાન ચૂંટણી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યુ કે રાજસ્થાનમાં ભાજપની સરકાર ચોક્કસ બનશે.આજથી સમગ્ર રાજસ્થાનમાં પરિવર્તન યાત્રાનો પ્રારંભ થશે.પ્રદેશ અધ્યક્ષ જે પી નડ્ડા આજે એક યાત્રાનો પ્રારંભ કરાવશે.જયારે આવતીકાલે અમિત શાહ બીજી યાત્રાનો પ્રારંભ કરાવશે.હજારો કાર્યકરો સાથે આ યાત્રા રાજસ્થાનમાં ફરશે. રાજસ્થાનમાં ગુજરાત જેવો વિકાસ થશે અને રાજસ્થાનની જનતા કોંગ્રેસને જાકારો આપશે.આપને જણાવી દઈએ કે ગત વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આગામી સમયમાં દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એ પૂર્વે નીતિન પટેલે આ નિવેદન આપ્યુ છે.

Download Our B K News Today App



Related News