બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડગામના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 12:15:04
  • Views : 213
  • Modified Date : 2022-04-26 12:15:04

 

બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડગામના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાયા

 

બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક કોંગ્રેસના નેતા મનીષ વાઘેલા ભાજપમાં જોડાતા ચકચાર મચી જવા પામી છે બનાસકાંઠા જિલ્લાના વડગામ ના મગરવાડા ખાતે યોજાયેલ વિશ્વાસ સંમેલનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હાથે ખેસ ધારણ કરી મનુભાઈ વાઘેલા ભાજપમાં જોડાયા હતા.

 

- બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાયા

 

- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાયા

 

- વડગામ સીટ પરથી ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે મણીભાઈ વાઘેલા

 

- પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હાથે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા

 

- વિધાનસભાની ચૂંટણી પહેલા કાઉન્ટ ડાઉન શરૂ

 

     બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભાની બેઠકો છે જેમાંથી 6 કોંગ્રેસ પાસે છે જ્યારે 2 ભાજપ પાસે છે. પરંતુ હવે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ના નારાજ નેતાઓ બનાસકાંઠા જિલ્લામાં પક્ષ છોડી અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે. આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસનો ગણવામાં આવે છે. પરંતુ હવે આ ઘટ માં ગાબડું પાડવા માટે ભાજપના નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે વિધાનસભાની ચૂંટણી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી ચૂક્યા છે અમિત શાહે પણ નડાબેટ ખાતે મુલાકાત કરી છે જ્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ અવારનવાર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પક્ષને મજબૂત કરવા માટે બેઠકો યોજી રહ્યા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પોતાના પક્ષને મજબૂત કરવા માટે અત્યારથી જ કાઉન્ટ-ડાઉન શરૂ કરી દીધું છે.

 

- વડગામના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા

   

    બનાસકાંઠા જિલ્લાના વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા આજે ભાજપ માં જોડાયા છે જેમાં વડગામના મગરવાડામાં ખાતે વિશ્વાસ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાને કેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.ગુજરાત 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા કેટલાક રાજકીય નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાતા હોય છે જેમાંથી કોંગ્રેસથી નારાજ કોંગ્રેસના વડગામ પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જોકે 2021 માં પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું જે બાદ આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બનાસકાંઠાના મગરવાડા ખાતે વિશ્વાસ સંમેલનમાં ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

 

- જીગ્નેશ મેવાણી ના ગઢમાં ગાબડું પાડવા તૈયારી

 

     બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા પર અપક્ષ તરીકે વિજય બનેલા જીગ્નેશ મેવાણીના ગઢમાં ગાબડું પાડવા માટે અત્યારથી જ ભાજપે શરૂઆત કરી દીધી છે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છેલ્લા ઘણા સમયથી વડગામ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી રહ્યા છે અને આ વખતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટ પર ભાજપનો વિજય થાય તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે વડગામ ખાતે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી વિજયભાઈ ચક્રવર્તી અને જીગ્નેશ મેવાણી વચ્ચે જંગ જામ્યો હતો જેમાં પક્ષ તરીકે જીગ્નેશ મેવાણી નો વિજય થયો હતો વિધાનસભાની ચૂંટણીમાં એક પણ કોંગ્રેસી ઉમેદવારને ટિકિટ ના આપતા કોંગ્રેસ નેતાઓ પણ નારાજ જોવા મળ્યા હતા ત્યારે આ વખતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના નારાજ નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News