પૂર્વ ભાજપનેતા યશવંત સિન્હા TMCમાં જોડાયા, સિન્હાએ કહ્યું- દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે; એટલા માટે રાજકારણમાં પરત ફર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 15:04:47
  • Views : 302
  • Modified Date : 2021-03-13 15:04:47

    પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા મમતા બેનર્જીની પાર્ટી TMCમાં જોડાયા છે. તેમણે લગભગ ત્રણેક વર્ષ પહેલાં જ ભાજપ છોડ્યું હતું. હવે તેમનું કહેવું છે કે દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, એટલા માટે ફરીથી તેમણે રાજકારણમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેઓ કોલકાતામાં TMC ભવન પહોંચીને તૃણમૂલનો ધ્વજ હાથમાં લઈને પાર્ટીમાં સામેલ થયા હતા.આ પ્રસંગે સિન્હાએ કહ્યું હતું કે 'આજની જે ઘટના બની છે એ બાબતે આપને જરૂરથી આશ્ચર્ય થઈ રહ્યું હશે. વિચારી રહ્યા હશો કે હું પોતે પક્ષના રાજકારણથી અલગ થયા બાદ ફરીથી રાજકારણમાં સામેલ થઈને સક્રિય શા માટે થઈ રહ્યો છું. ખરેખર, આ સમયે દેશ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. અત્યારસુધી આપણે જે મૂલ્યોને ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા હતા, એ વિચારીને ચાલી રહ્યા હતા કે આ બાબતે પ્રજાતંત્રમાં અમલ કરીશું; આજે એનું પાલન કરવામાં આવતું નથી.

    1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારમાં પણ તેઓ નાણામંત્રી બન્યા. 13 મહિના બાદ સરકાર પડી ગઈ હતી. 1999માં ફરીથી વાજપેયી સરકારની વાપસી થઈ અને સિન્હાને ફરીથી નાણામંત્રાલય મળ્યું.પશ્ચિમ બંગાળની કુલ 294 વિધાનસભા બેઠકો માટે આ વખતે 8 તબક્કામાં મતદાન યોજાશે. 294 વિધાનસભા બેઠકો માટે મતદાન 27 માર્ચે (30 બેઠક), 1 એપ્રિલ (30 બેઠક), 6 એપ્રિલ (31 બેઠક), 10 એપ્રિલ (44 બેઠક), 17 એપ્રિલ (45 બેઠક), 22 એપ્રિલ (43 બેઠક), 26 એપ્રિલ (36 બેઠક), 29 એપ્રિલ (35 બેઠક) યોજાવાની છે. મતગણતરી 2 મેના રોજ યોજાશે.


Download Our B K News Today App



Related News