ગઢના ખેડૂતો દ્વારા કૌશલરત્ન ફાર્મર પ્રોડયુસર કંપનીની શરૂઆત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 11:49:15
  • Views : 547
  • Modified Date : 2019-06-11 12:09:40

પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારના ૧૦ જેટલા ગામોના ખેડૂતો દ્વારા સોમવારના રોજ ગઢ ખાતે આવેલ સુખડીયા હનુમાનજીના મંદિરે ૫૦૦થી પણ વધારે ખેડૂતો ભેગા મળી ખેડૂતોના હીત માટે એક ફાર્મર પ્રોડયુસર કંપનીની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં કંપનીને કૌશલરત્ન ફાર્મર પ્રોડયુસર કંપની નામ આપવામાં આવ્યુ હતુ.આ કંપની બનાવવવાનો મુખ્ય ઉદેશ એવો છે કે ખેડૂતોને ખાતર, બિયારણ, દવાઓ, તાંત્રિકસાધનો પુરા પાડવા તેમજ ખેડૂતોના તૈયાર માલની ખરીદી કરી માલ ઉપર ગ્રેડીંગ પ્રોસેસીંગ કરવું તેમજ તૈયાર માલ ગ્રાહકો સુધી પહોંચાડી વચેટીયા અને સંગ્રહખોરોની ચેનલ તોડી ખેડૂતોને ઉંચુ વળતર ચુકવવાનો છે અને સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમા ખેડૂતોની આવક બમણી કરવાના ભગીરથ કાર્યમાં આ કંપનીનું મહત્વનું યોગદાન રહેશે તેવુ કંપનીના  સીઈઓ  અશોકભાઈ  થેભાતે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં પી.કે.પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી), જે.બી. સુથાર (નાયબ બાગાયત અધિકારી), કુ.તેજલબેન શેઠ (આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, ડીસા), ડી. એચ. પટેલ (દિવેલા સંશોધન કેન્દ્ર, દાંતીવાડા) તથા ડો. તેજાણી સહિતના અધિકારીઓએ હાજર રહી ખેડૂતોને ખેતીલક્ષી વિવિધ માહીતીઓ પુરી પાડી હતી.તેમજ સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની વિસ્તૃત સમજ આપી હતી



Download Our B K News Today App



Related News