ધાનેરા તાલુકામાં રાયડા ખરીદીમાં ફોર્મ ભરવાની શરૂઆતમાં જ ધમાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-25 11:39:29
  • Views : 388
  • Modified Date : 2020-02-25 11:39:29

ધાનેરા તાલુકામાં ૨૪ ફેબ્રુઆરીથી રાયડાની ખરીદી માટેના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવતાં પ્રથમ દિવસેજ પુરવઠા ગોડાઉનમાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. તે કતારો આડેધડ રહેતા
પોલીસને બોલાવવાની ફરજ
પડી હતી. જેના કારણે ફોર્મ ભરવાની કામગીરી વિલંબમાં
પડી હતી.
સરકારે ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવા માટે ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા માટેની કામગીરી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરા તાલુકામાં સોમવારથી ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ફોર્મ ભરવા માટે આઠ કમ્પ્યુટર લગાવવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂતોનો ભારે ઘસારો થતા અને આડેધડ લાઇનો કરી દેવામાં આવતા ફોર્મ ભરવાનું કામ ખોરંભે ચડતા અધિકારીઓએ
પોલીસનો સહારો લેવો પડ્યો હતા. તેમાં પણ ધાનેરામાં
પોલીસ ન હોવાથી એક પોલીસ જવાનને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને પ્રથમ દિવસ સાંજ સુધીમાં ૧૨૦ જેટલા ફોર્મ ઓનલાઇન કરવામાં આવ્યા હતા. આ અંગે ફરજ પરના અધિકારીએ જણાવેલ કે ગતવર્ષે ભ્રષ્ટાચાર થતો હોવાથી આ વખતે ખેડૂત પોતે પોતાના મોબાઇલ સાથે ફોર્મ ભરવા આવે અને તેના ફોર્મ ઓનલાઇન કરવામાં આવશે. જે મોબાઇલમાં ઓ.ટી.પી. આવશે જેથી સાચા ખોટા ખેડૂતનો ખ્યાલ આવે તે માટે આ વખતે ઓનલાઇન રૂબરૂ ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News