પાલનપુરની મામલતદાર કચેરીએ પરપ્રાંતીય દ્વારા ફોર્મ ભરવા માટે લાંબી કતારો લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 12:16:59
  • Views : 1242
  • Modified Date : 2020-05-03 12:16:59

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસને કારણે ગુજરાતમાં વસવાટ કરતા પરપ્રાંતીય માટે મોટા પ્રમાણમાં મુશ્કેલી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૧૪ તાલુકાઓમાં વસવાટ કરતા પરપ્રાંતીય મજુરોને તેમના વતન તરફ જવા માટે ઓનલાઈન અરજી કરવા માટે જણાવવામાં આવ્યું છે, તેમાં બનાસકાંઠાના ૧૨૦ શ્રમિકોએ ઓનલાઈન અરજી કરી છે. ગુજરાતમાં વસવાટ કરતા પરપ્રાંતીય વાયરસને કારણે બેરોજગાર બનેલા હોવાથી હાલના કોરોના વાયરસના સમયમાં
પરપ્રાંતીયને લોકો અને વહીવટી અધિકારીઓ દ્વારા જે સહાય કરવામાં આવે છે, તેના ઉપર દિવસો વિતાવી રહ્યા છે. જ્યારે તેમના વતન જવા માટે તંત્ર સમક્ષ આજીજી કરી રહ્યા છે.
તેમાં ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે જણાવતા બનાસકાંઠાના ૧૨૦ પરપ્રાંતીય દ્વારા વતન પરત જવા માટે ઓનલાઇન નોંધણી કરાવી છે. ત્યારે બનાસકાંઠાના વડુ મથક પાલનપુર મામલતદાર કચેરીમાં ૫૦ થી વધુ શ્રમિકો રૂબરૂ ઓનલાઈન અરજી કરવા માટે આવ્યા હતા. જે પાલનપુર મામલતદાર કચેરી લાંબી લાઈનો લાગી હતી. વહીવટી તંત્ર અને
પોલીસકર્મીઓ દ્વારા સોશિયલ  ડિસ્ટન્સનું અમલ કરવામાં આવે અને ફરજિયાતપણે મોઢા ઉપર ફરજિયાત માસ્ક પહેરવું તેવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News