વનરક્ષક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાની શરૂઆત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-01 16:50:23
  • Views : 64
  • Modified Date : 2024-02-01 16:50:23

વનરક્ષકની ભરતી પરીક્ષાને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, આ ભરતી પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે. આજથી વનરક્ષક પરીક્ષા ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.પરીક્ષાના સમય સુધી ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. https://ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.વનરક્ષકના પરીક્ષાર્થીઓ ojas.gujarat.gov.inની વેબસાઈટ પર જઈને પોતાની જન્મ તારીખ તેમજ કેન્ફર્મશન નંબર નાંખવાના રહેશે. જે બાદ ઉમેદવારો પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓમાં પણ વધારો કરાયો હતો. જે 4300થી વધારીને 5200 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી.    મંડળ દ્વારા તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી કમાંક-8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ની કુલ 1 જગ્યા બિનઅનામત તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે.

Download Our B K News Today App



Related News