ડીસાના વાડી રોડ વિસ્તારમાં વન મહોત્સવની ઉજવણી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-11 12:33:29
  • Views : 253
  • Modified Date : 2021-09-11 12:33:29

ડીસાના વાડી રોડ વિસ્તારમાં વન મહોત્સવની ઉજવણી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે કરવામાં આવી હતી ગુજરાત રાજ્યને પ્રદુષણમુક્ત શુદ્ધ હવા શુદ્ધ પાણી અને પર્યાવરણ માટે આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે કોરોનાવાયરસ ની મહામારીમાં દર્દીઓને ઓક્સિજન ઘટી જવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. ત્યારે શુદ્ધ ઓક્સિજનની આવશ્યકતા રહે છે પ્રાણવાયુની તો જગત આખાને જરૂરિયાત હોય છે અને વૃક્ષો તેમાં મહત્વનો ભાગ ભજવે છે ત્યારે કુદરતી ઓક્સિજન વધુને વધુ મળે તે માટે દર વર્ષે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ભારત દેશની સંસ્કૃતિમાં અનેક વૃક્ષોનો મહત્વ રહેલું છે ત્યારે જે પ્રમાણે દિવસેને દિવસે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેને લઈને હાલમાં અનેક સમસ્યાઓથી લોકો પીડાઇ રહ્યા છે ત્યારે સમસ્યાથી લોકો ને દુર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં ૭૨ માં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં 72 મો વન મહોત્સવ આજે યોજાયો હતો. પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર,ડીસા મામલદાર,ડીસા ફોરેસ્ટના અધિકારીઓ, ડીસા તાલુકા પંચાયતનાં પ્રમુખ, સરપંચો, તાલુકા સદસ્યો, આગેવાનો હાજર હતાં અને તાલુકા કક્ષાના 72માં વન મહોત્સવની વૃક્ષારોપણ કરી ઉજવણી કરી હતી.

 

 

બનાસકાંઠા જિલ્લાના લાખણી અને ગેળા રોડ વચ્ચે ટ્રેક્ટરની ટ્રોલી પતિ યુવાન નીચે પટકાતા મોત

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બાઇક સવારોને અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો નડયા છે તે ઉપરાંત મોટા હેવી વાહનોના ગભરાટ ભર્યા ટ્રાફિકના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓને મોતને ભેટી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી અને ગેળા રોડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લાખણી થી ગેળા તરફ જઈ રહેલ ટ્રેક્ટર નું રસ્તા પર અચાનક ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો ક્યાં ટ્રેકટરમાં સવાર યુવક ટ્રોલી માંથી યુવક નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા લોકોના પણ ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા હતા

Download Our B K News Today App



Related News