અમીરગઢના ડેરીગામ નજીક ખેતરમાંથી ચાર ફૂટ લાંબો અજગર દેખાતા વનવિભાગ દ્વારા રેસ્ક્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-28 12:54:31
  • Views : 295
  • Modified Date : 2021-07-28 12:54:31

     અમીરગઢ તાલુકાના ડેરી ગામના એક ખેતરમાં અજગર દેખાતા  સ્થાનિક લોકોએ વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી વનવિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી ભારે જહેમત બાદ અજગર રેસ્ક્યુ કરી વનવિભાગ દ્વારા સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અમીરગઢ તાલુકાના ડેરી ગામ નજીક આવેલા ખેડૂત વશરામ ભાઈ તેમજ તેમના ઘર પરિવાર જનો ખેતરમાં પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા તે દરમ્યાન ખેતરમાં અજગર દેખાતા વન વિભાગ ને તાત્કાલિક જાણ કરી હતી આજુબાજુ ખેતરના ખેડૂતો તેમજ સ્થાનીક લોકો અજગર ને જોવા દોડી પહોંચ્યા ત્યારે વનવિભાગના અધિકારી ઓ ઘટના સ્થળે પહોંચી ચાર ફૂટ લાંબા અજગર નું રેસક્યું કરીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Download Our B K News Today App



Related News