શાકભાજીના કેરેટ નીચે સંતાડેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે 7.50 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-05 11:31:40
  • Views : 355
  • Modified Date : 2022-08-05 11:31:40


ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી શાકભાજીના કેરેટ નીચે સંતાડીને લઈ જવા તો લાખો રૂપિયાનો દારૂ ભરેલા પીકપ સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


બનાસકાંઠા જિલ્લાના ધાનેરો તાલુકો રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે અને રાજસ્થાનથી મોટી માત્રામાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચાલી રહ્યું છે ત્યારે પોલીસ પણ આવા નેટવર્કનો પર્દાફાસ કરવા માટે પાછી પાની કરતી નથી..બુટલેગરો અવનવો કિમીયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે પોલીસ બુટલેગરના ગમે તેવા કિમિયાને દબાવી બુટલેગર સુધી પહોંચી જાય છે અને ગુજરાતમાં આવતો દારૂ અટકાવવા પોલીસ સક્રિય બની છે ત્યારે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડોડીયા તેમના સ્ટાફ સાથે ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા તે સમય રાજસ્થાન તરફથી એક પીકપ ડાલું આવી રહ્યું હતું અને તેમાં શાકભાજીના કેરેટ ભરેલા હતા. પોલીસને શંકા જતા પોલીસે ગાડીની તલાસી લેતા શાકભાજીના કેરેટ નીચે સંતાડેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો..પોલીસે 7.50 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...અત્યારે તો સમગ્ર બાબતને લઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ દારૂ ક્યાંથી આવતો હતો અને ક્યાં લઈ જવા તો હતો તે તો પોલીસ તપાસ બાદ બહાર આવશે


Download Our B K News Today App



Related News