ડીસામાં જીપડાલામાં ડુંગળીની આડમાં લવાતો વિદેશી દારૂ ઝડપાયો પોલીસે રૂપિયા 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-12 11:59:19
  • Views : 331
  • Modified Date : 2022-08-12 11:59:19


ડીસા તાલુકા પોલીસે હાઇવે પરથી ડુંગળીની આડમાં બોલેરો જીપ ડાલામાં લવાતો વિદેશી દારૂ ઝડપી લઇ 43 પેટી દારૂ સહિત ₹5.84 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.પાલનપુરના પોલીસ અધીક્ષકશ્રી અક્ષય રાજની દારૂબંધી અંગે કફક કાર્યવાહીની સૂચનાથી ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષકડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન તળે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્ર એમ.જે.ચૌધરીની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમી હકિકત આધારે વોચ ગોઠવતા  હાઇવે પરથી ડુંગળીના કટ્ટા ની નીચે છુપાવેલ્લો  વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂ/ટીનની પેટી નંગ-૪૩ જે કુલ બોટલ/ટીન નંગ-૧૪૧૬, કિ.રૂ.,૮૩,૦૦૦ મળી આવ્યો હતો.


જેથી પોલીસે સમેલારામ ભલારામ રબારી ..૩૫,રહે. દાંતરાઈ, તા.રેવદર, જી.શિરોહી, રાજસ્થાન અને વરધાજી ભીલ, ..૫૦, રહે. દાંતરાઈ, તા.રેવદર, જી.શિરોહી, રાજસ્થાન ને ઝડપી તેમની પાસેથી મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.,૦૦૦/-* તથા બોલેરો મેક્સીટ્રક ડાલા નંબર : GJ-27-TT-5975, કિ.રૂ.,૦૦,૦૦૦ તથા ડુંગળીના કટ્ટા નંગ-૫૨, એમ મળી કુલ કિ.રૂા. ,૮૪,૦૦૦/-* ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી  તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.


Download Our B K News Today App



Related News