ડીસાના બસ સ્ટેન્ડમાંથી ફરી વિદેશી દારૂ ઝડપાયો : બિયર ટીન ભરેલી 4 બેગ સાથે એક શખ્સની પોલીસે કરી અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-20 11:42:24
  • Views : 373
  • Modified Date : 2021-12-20 11:42:24

 

ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે ફરી એકવાર વિદેશી દારૂ ભરેલ ચાર બેગ સાથે એક શખ્સ ને ડીસા ઉત્તર પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે...

 

ડીસાના નવા બસસ્ટેન્ડ માંથી વિદેશી દારૂ ભરેલી બેગો સાથે એક વ્યક્તિની અટકાયત કરી હતી.બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો છે જેથી અનેક વાર રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે ત્યારે આજે ફરી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજસ્થાન તરફથી એક યુવક ચાર બેગો બીયરની બેગ ભરી છત્રાલ તરફ સરકારી બસમાં મુસાફરી કરી જઈ રહ્યો હતો તે દરમિયાન સરકારી બસ ડીસા ખાતે આવેલ નવા બસ સ્ટેન્ડ માં આવતા યુવક શંકાસ્પદ હાલતમાં જણાતા યુવકની તપાસ કરતા યુવક પાસે રહેલા ચાર બેગમાં બિયર ટીન ભરી રાજસ્થાન થી છત્રાલ તરફ જઇ રહ્યા હોવાનું સામે આવ્યું હતું તેમજ યુવકનું નામ પુછતા તેને પોતાનું નામ નેબારામ ખેમરાજજી ચૌધરી રહે.સાચોર હાલ છત્રાલ તરફ જતો હોવાનું જણાવેલ જે બાદ ડીસા ઉત્તર પોલીસે 4 બેગ ભરેલ બિયર ટીન સાથે નેબારામ ખેમરાજજી ચૌધરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News