દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલ.સી.બી દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-08 11:28:04
  • Views : 288
  • Modified Date : 2021-12-08 11:28:04

 

દિયોદર પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે વાસણા તરફ એક સ્વીફટ કાર નંબર GJ-02-BP-7764 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી  જાલોઢા પાટીયા તરફ આવનાર છે જે બાતમીના આધારે જાલોઢા રોડ ઉપર વોચ ગોઠવી હતી.. ત્યારે સ્વીફ્ટ કાર આવતા તેનો પીછો કરતાં માનપુરા પાટીયા પાસે સ્વીફટ ગાડી પકડી પાડી હતી જ્યારે ડ્રાઈવર ગાડી મૂકીને ફરરફ થઈ ગયો હતો.. ત્યારે ગાડીમાં તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-523- કિ.રૂ,1,21,300 તથા સ્વીફ્ટ કાર કી.રૂ,3,00,000- સાથે એમ કુલ કિ.રૂ,4,21,300- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ડ્રાઈવર વિરુદ્ધ ગુન્હો નોંધી પ્રોહીબીશન એક્ટ મુજબ દિયોદર પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News