સરકારના વાંકે જગતનો તાત પાણીચોરી કરવા મજબૂર, સુરેન્દ્રનગરમાં 300 સામે કેસ, એકને પાસા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-15 16:41:21
  • Views : 30
  • Modified Date : 2025-02-15 16:41:21

ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આખરે ખેતીને બચાવવા ખેડૂતો કેનાલમાંથી પાણી લઇ રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે 300 ખેડૂતો વિરુદ્ધ પાણીચોરીના કેસ નોંઘ્યાં છે. એટલું જ નહીં, મૂળીના એક ખેડૂતને પાણી ચોરી બદલ પાસા એકટ હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે. એક તરફ, સરકાર ખેડૂતોને સિચાઇનું પાણી પુરુ પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી છે ત્યારે બીજી તરફ, સરકાર ખેડૂતોને પાણીચોર સાબિત કરી રહી છે. સરકારની આ બેધારી નીતિને પગલે સુરેન્દ્રનગર જીલ્લામા જ નહીં, સમગ્ર ગુજરાતમાં રોષ ભભૂક્યો છે. 

એક તરફ, સરકાર સિંચાઇ માટે પૂરતું પાણી આપતી નથી બીજુ તરફ, ખેડૂતોને પાણીચોર સાબિત કરવામાં આવે છે

ગુજરાતના ખેડૂતોની આવક બમણી થશે. સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો પણ સમૃદ્ધ થશે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે પણ કડવી વાસ્તવિકતા એછે કે, ગુજરાતના ખેડૂતો સિંચાઇના પાણી માટે ટળવળી રહ્યાં છે. ગુજરાતમાં આજે ખેતી કરવી પણ મોઘી બની છે કેમકે, મોધું ખાતર,જંતુનાશક દવા ઉપરાંત બિયારણ નહીં, ખેતમજૂરી પણ ગરીબ ખેડૂતોને પોષાય તેમ નથી. અથાગ મહેનત પછી પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાં નથી. આ પરિસ્થિતિ વચ્ચે ખેતરમાં ઉભા પાક બચાવવા માટે ખેડૂતોએ કેનાલમાંથી સિંચાઇનું પાણી લેવા મજબુર થવુ પડ્યુ છે. 

સ્થાનિક ખેડૂતોનું કહેવુ છેકે, ખેતી ખાતર સિંચાઇનું પાણી લેવા બદલ ખેડૂતો સામે પાણી ચોરીના કેસ દાખલ કરાયા હતાં. એવો આક્ષેપ કરાયો છેકે, અમુક કિસ્સામાં તો નિર્દોષ ખેડૂતો પર ખોટા કેસ દાખલ કરાયા હતાં. ઘણાં કિસ્સામાં તો ખેડૂતોએ એફિડેવિટ કરી કબૂલાત કરી છેકે, અમારાથી ક્યાંક ભૂલ થઈ છે. કેટલાંક ખેડૂતો નિર્દોષ હોવાનો પુરાવો રજૂ કરી શક્યા નથી તેમની વિરુદ્ધ કોર્ટમાં આજે પણ કેસ ચાલી રહ્યાં છે. ગત મહિનામાં મૂળીના એક ખેડૂતને પાસા એક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવાયા છે.

Download Our B K News Today App



Related News